સાઇન
‘મેમ, યોર સાઇન પ્લીઝ.’ બસ એક હસ્તાક્ષર ને બધું જ ખતમ? કાચની નાની એવી બારીમાંથી સરિતાએ અંદર જોયું. નળીઓથી ઘેરાયેલો આકાશ નિશ્ચેત થઈને પડ્યો હતો. ઘડીક એ આકાશ સામે તો ઘડીક સામે પડેલા કાગળ તરફ જોઈ રહી. એક હસ્તાક્ષર ને આકાશનું અનંત તરફ પ્રયાણ….એક મા થઈને હું કઈ રીતે આકાશને..? છેલ્લા ત્રણ દિવસથી મૂંઝવ્યા કરતા પ્રશ્નનો આજે જવાબ મળી જ ગયો.‘હું મા છું એટલે જ..’ ~ શ્રદ્ધા ભટ્ટ
‘મેમ, યોર સાઇન પ્લીઝ.’
બસ એક હસ્તાક્ષર ને બધું જ ખતમ?
કાચની નાની એવી બારીમાંથી સરિતાએ અંદર જોયું. નળીઓથી ઘેરાયેલો આકાશ નિશ્ચેત થઈને પડ્યો હતો. ઘડીક એ આકાશ સામે તો ઘડીક સામે પડેલા કાગળ તરફ જોઈ રહી. એક હસ્તાક્ષર ને આકાશનું અનંત તરફ પ્રયાણ….
એક મા થઈને હું કઈ રીતે આકાશને..?
છેલ્લા ત્રણ દિવસથી મૂંઝવ્યા કરતા પ્રશ્નનો આજે જવાબ મળી જ ગયો.
‘હું મા છું એટલે જ..’
~ શ્રદ્ધા ભટ્ટ
Advertisement