Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, બે શૂટરોની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો જપ્ત

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની સનસનાટીભરી હત્યામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે શૂટર્સના મોડ્યુલ હેડ સહિત બે મુખ્ય શૂટરની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા બંને આરોપી એ જ શૂટર છે જેણે મૂઝવાલા પર ગોળીબાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લોર
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા  બે શૂટરોની ધરપકડ  મોટી માત્રામાં હથિયારો જપ્ત
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની સનસનાટીભરી હત્યામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે શૂટર્સના મોડ્યુલ હેડ સહિત બે મુખ્ય શૂટરની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા બંને આરોપી એ જ શૂટર છે જેણે મૂઝવાલા પર ગોળીબાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો અને તેનો ગુનાહિત ઈતિહાસ છે.પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કથિત રીતે જોડાયેલા હતા.
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પ્લાન તિહાર જેલમાં એવી રીતે ઘડવામાં આવ્યો હતો કે જાણે કોઈ ફિલ્મી વાર્તા હોય. મીડિયા રિપોર્ટસ મુજબ લોરેન્સ બિશ્નોઈએ જેલમાં રહીને મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેમાં તેને કેનેડામાં બેઠેલા તેના ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મદદ કરી હતી. ગોલ્ડી બ્રારની મદદથી બિશ્નોઈએ તેના ભાઈને યુરોપ શિફ્ટ કરાવ્યો હતો.
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય કાવતરાખોર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પંજાબ પોલીસ સાત દિવસના રિમાન્ડ પર માનસાથી મોહાલી લાવી છે. બુધવારે પોલીસ ટીમે બિશ્નોઈના 10 દિવસના રિમાન્ડ લીધા હતા, પરંતુ કોર્ટે માત્ર સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.