Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય! શાકભાજી વેચનારની પુત્રી બની ગઇ સિવિલ જજ

એવું કહેવાય છે કે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, ઘણી સમસ્યાઓ અને અવરોધો આપણી જીંદગીમાં આવે છે. પરંતુ તે લાંબા સમય સુધી રહેતા નથી. આવું જ કંઈક ઈન્દોરના શાકભાજી વેચનારની પુત્રી અંકિતા નાગર સાથે થયું છે જેણે સિવિલ જજની પરીક્ષા પાસ કરી લીધી છે. અંકિતા નાગર ઈન્દોરના મુસાખેડીની સીતારામ પાર્ક કોલોનીમાં રહે છે. જ્યારે તેના પિતા અશોક નાગર શાકભાજી વેચવાનું કામ કરે છે, ત્યારે તેની માત
સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય  શાકભાજી વેચનારની પુત્રી બની ગઇ સિવિલ જજ
એવું કહેવાય છે કે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, ઘણી સમસ્યાઓ અને અવરોધો આપણી જીંદગીમાં આવે છે. પરંતુ તે લાંબા સમય સુધી રહેતા નથી. આવું જ કંઈક ઈન્દોરના શાકભાજી વેચનારની પુત્રી અંકિતા નાગર સાથે થયું છે જેણે સિવિલ જજની પરીક્ષા પાસ કરી લીધી છે. 
અંકિતા નાગર ઈન્દોરના મુસાખેડીની સીતારામ પાર્ક કોલોનીમાં રહે છે. જ્યારે તેના પિતા અશોક નાગર શાકભાજી વેચવાનું કામ કરે છે, ત્યારે તેની માતા લક્ષ્મી બીજાના ઘરે રસોઈ  બનાવે છે. સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહેલી આ પરિવારની દીકરી અંકિતા માટે ન્યાયાધીશ બનવું કોઈ સ્વપ્નથી ઓછું ન હતું, પરંતુ તેણે નક્કી કર્યું હતું કે તે  જજ  બનશે .
અંકિતાએ વૈષ્ણવ કોલેજ, ઈન્દોરમાંથી એલએલબી કર્યું અને તેણે વર્ષ 2021માં એલએલએમની પરીક્ષા પાસ કરી  હતી.તેમના પિતાએ લોન લઈને કોલેજની ફી ભરી હતી.તેણીએ 2 વાર સિવિલ જજની પરીક્ષા આપી પણ તેમાં સફળતા મળી નહીં. તેમ  છતાં  પણ તેના માતા-પિતાએ તેને આગળની તૈયારી કરવા પ્રેરિત કરી હતી .
અંકિતા જ્યાં રહે છે તે ઓરડી ખૂબ જ નાની છે,અને ઉનાળાની ઋતુમાં એવું બને છે કે ગરમીને કારણે, ઘરની અંદર રહેતી વખતે પાણીની જેમ પરસેવો આવે છે, વરસાદનું પાણી સરળતાથી તેમના ઘરની અંદર આવે છે.અંકિતાના  ભાઈએ  મજૂરીકામ કરીને  પૈસા  ભેગા કરીને કૂલર  લગાવ્યું જેનાથી તે સરળતાથી અભ્યાસ કરી  શકે.
અંકિતાના પિતા અશોક નગર કહે છે કે તેમની પુત્રી લાંબા સમયથી સંઘર્ષ કરી રહી હતી, આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, આવી સ્થિતિમાં અંકિતાને અભ્યાસ કરવા માટે ઘણી વખત પૈસા ઉધાર લેવા પડ્યા હતા પરંતુ તેનો અભ્યાસ અટકાવ્યો નહીં, આખરે તેને સફળતા મળી ગઇ.
Advertisement
Tags :
Advertisement

.