Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાંચ રાજ્યોમાં હારથી ગુસ્સે ભરાયા સિબ્બલ, કહ્યું- હવે સમય આવી ગયો છે કે ગાંધી પરિવાર...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજયના થોડા જ દિવસો બાદ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસની પુનઃપુષ્ટિ કર્યાના એક દિવસ બાદ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે સોમવારે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ગાંધી પરિવાર નેતૃત્વની જવાબદારીમાંથી અલગ થઇ જાય અને બીજા કોઈને તક આપે.CWCની બહાર મોટી સંખ્યામાં નેતાઓનો દ્રષ્ટિકોણ અલગ પાંચ રાજ્યોની
03:40 AM Mar 15, 2022 IST | Vipul Pandya
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજયના થોડા જ દિવસો બાદ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસની પુનઃપુષ્ટિ કર્યાના એક દિવસ બાદ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે સોમવારે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ગાંધી પરિવાર નેતૃત્વની જવાબદારીમાંથી અલગ થઇ જાય અને બીજા કોઈને તક આપે.
CWCની બહાર મોટી સંખ્યામાં નેતાઓનો દ્રષ્ટિકોણ અલગ 
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. પક્ષમાં સંસ્થાગત પરિવર્તનને લઈને કાર્યકરો અને આગેવાનો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોનું માનવું છે કે, પાર્ટી હાઈકમાન્ડમાં ફેરફાર થવો જોઈએ અને ગાંધી પરિવારને બદલે કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ. સાથે જ કેટલાકનું માનવું છે કે, કોંગ્રેસની કમાન ગાંધી પરિવારના હાથમાં હોવી જોઈએ. તેમના વિના પાર્ટીને પુનર્જીવિત કરવી મુશ્કેલ છે. આ વચ્ચે કપિલ સિબ્બલે પણ પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ 'ચિંતન શિબિર' યોજવાના પક્ષના નિર્ણયની ટીકા કરતા સિબ્બલે કહ્યું કે, જો નેતૃત્વ આઠ વર્ષ પછી પણ પક્ષના પતનના કારણોથી જાણીતું ન હોય તો તે બીજી જ દુનિયામાં જીવે છે. વધુમાં કહ્યું કે, તેઓ ન તો વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હારથી આશ્ચર્ય પામ્યા છે કે ન તો સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવાના CWCના નિર્ણયથી. તેમણે કહ્યું કે, CWCની બહાર મોટી સંખ્યામાં નેતાઓનો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે અલગ છે.
'સબ કી કોંગ્રેસ' કે 'ઘર કી કોંગ્રેસ'
જોકે, તેમણે કહ્યું કે, હું અન્ય લોકો વતી બોલી શકું તેમ નથી. એ મારો અંગત મત છે કે આજે ઓછામાં ઓછું મને 'સબ કી કોંગ્રેસ' જોઈએ છે. કેટલાક અન્ય લોકો 'ઘર કી કોંગ્રેસ' ઈચ્છે છે. હું ચોક્કસપણે 'ઘર કી કોંગ્રેસ' નથી ઈચ્છતો. અને હું 'સબ કી કોંગ્રેસ' માટે મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ. આ 'સબ કી કોંગ્રેસ'નો અર્થ માત્ર સાથે રહેવાનો નથી, પરંતુ ભારતમાં એવા તમામ લોકોને સાથે લાવવાનો છે જેઓ ભાજપને પસંદ કરતા નથી. ઉલ્લેખનીય છે કે, 13 માર્ચ, રવિવારના રોજ, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક બેઠક યોજાઈ હતી. ચૂંટણીમાં હારથી લઈને સંગઠનની કામગીરી અંગે ચર્ચા થઈ હતી. નેતાઓએ કહ્યું કે, તેઓ પાર્ટીમાં નેતૃત્વ સુધારાની વાત કરે કે તુરંત જ તેમને બળવાખોર કહેવામાં આવે છે. અને કેટલાકે એમ પણ કહ્યું કે, પાર્ટીએ વિચારધારા માટે પ્રતિબદ્ધ લોકોને કમાન્ડ આપવી જોઈએ, અને અન્ય પક્ષો છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા લોકોને નહીં. 
શું છે CWC?
CWC એ કોંગ્રેસ પાર્ટી અંગે નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિ છે. પક્ષના બંધારણની જોગવાઈઓના અમલીકરણ અંગે CWCનો મત અથવા નિર્ણય અંતિમ છે. સમિતિમાં પાર્ટી અધ્યક્ષ, સંસદમાં કોંગ્રેસના નેતા અને અન્ય 23 સભ્યોનો સમાવેશ થાય છે. આ 23 સભ્યોમાંથી 12ની નિમણૂક ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા કરવામાં આવે છે અને બાકીની પાર્ટી અધ્યક્ષ દ્વારા પસંદ કરવામાં આવે છે. CWC પાસે પક્ષના પ્રમુખની નિમણૂક કરવાની અને અધ્યક્ષને પદ પરથી દૂર કરવાની સત્તા પણ છે.
Tags :
CongresscwcElectionLosesGujaratFirstkapilsibbal
Next Article