Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શુભમન ગિલે ODIમાં બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, યાદીમાં આ મોટા નામો

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર શુભમન ગીલે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODI દરમિયાન શુભમન ગીલે ODI ક્રિકેટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલ ODIમાં બેવડી સદી ફટકારનાર ભારતનો પાંચમો અને વિશ્વનો આઠમો બેટ્સમેન છે.શુબમન ગિલને બેવડી સદી ફટàª
શુભમન ગિલે odiમાં બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ  યાદીમાં આ મોટા નામો
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર શુભમન ગીલે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODI દરમિયાન શુભમન ગીલે ODI ક્રિકેટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલ ODIમાં બેવડી સદી ફટકારનાર ભારતનો પાંચમો અને વિશ્વનો આઠમો બેટ્સમેન છે.
શુબમન ગિલને બેવડી સદી ફટકારી 
હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે દરમિયાન શુબમન ગિલનું એવું તોફાન આવ્યું, જેણે કીવી બોલરોના ઉડાવી દીધા. શુભમન ગિલે 149 બોલમાં 208 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં 19 ફોર અને 9 સિક્સ સામેલ હતી. આ દરમિયાન શુભમન ગિલનો સ્ટ્રાઈક રેટ 139.60 રહ્યો છે. શુભમન ગિલ પહેલા ઈશાન કિશન, રોહિત શર્મા, વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરે ભારત માટે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે.
વન-ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદી
શુભમન ગિલનો મહાન રેકોર્ડ
શુભમન ગિલે 145 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી છે. 23 વર્ષીય શુભમન ગીલે માત્ર 19 ODI ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા છે. શુભમન ગિલ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 1,000 રન પૂરા કરનાર વિશ્વનો સંયુક્ત બીજો બેટ્સમેન બની ગયો છે. તમને જણાવી દઈએ કે વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ પાકિસ્તાની બેટ્સમેન ફખર જમાનના નામે છે. ફખર ઝમાને 18 ઇનિંગ્સમાં ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 1,000 રન પૂરા કર્યા હતા અને તેનો રેકોર્ડ આજ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી.
Advertisement
Tags :
Advertisement

.