Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શુભમન ગિલે મસ્કને Swiggy ખરીદવા કહ્યું અને થયો ટ્રોલ, યુઝર્સ બોલ્યા- તારી પણ ટીમમાં ખોટી પસંદગી

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે થોડા દિવસ પહેલા જ ટ્વિટર ખરીદી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેટલું જ નહીં મસ્ક આ ખરીદ્યા બાદ કોકાકોલા અને મેકડોનાલ્ડ્સ પણ ખરીદવાની વાત કહી ચૂક્યા છે. જોકે, તે હજુ માત્ર વિચાર જ છે. પરંતુ જો મસ્કના ચાહકોની વાત કરીએ તો તે મસ્કના ટ્વિટર ખરીદવાના નિર્ણયથી ઘણા ખુશ છે. તેના ચાહકોમાં ઘણા ભારતીય ક્રિકેટર પણ છે. જેમાથી એક IPL 2022 ની ગુજરાત ટાઈટન્સ ટીમનો ખેલાડી à
શુભમન ગિલે મસ્કને swiggy ખરીદવા કહ્યું અને થયો ટ્રોલ  યુઝર્સ બોલ્યા  તારી પણ ટીમમાં ખોટી પસંદગી
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે થોડા દિવસ પહેલા જ ટ્વિટર ખરીદી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેટલું જ નહીં મસ્ક આ ખરીદ્યા બાદ કોકાકોલા અને મેકડોનાલ્ડ્સ પણ ખરીદવાની વાત કહી ચૂક્યા છે. જોકે, તે હજુ માત્ર વિચાર જ છે. પરંતુ જો મસ્કના ચાહકોની વાત કરીએ તો તે મસ્કના ટ્વિટર ખરીદવાના નિર્ણયથી ઘણા ખુશ છે. તેના ચાહકોમાં ઘણા ભારતીય ક્રિકેટર પણ છે. જેમાથી એક IPL 2022 ની ગુજરાત ટાઈટન્સ ટીમનો ખેલાડી શુભમન ગિલ પણ છે. 
શુભમન ગિલનું તાજેતરમાં કરેલું ટ્વીટ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેણે મસ્કને વધુ એક કંપની ખરીદવાની સલાહ આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું કે, એલન મસ્ક, પ્લીઝ Swiggy ખરીદો જેથી તેઓ સમયસર ડિલિવરી કરી શકે. અહીં શુભમન ગિલે પોતાની વાત રાખી અને વાતને પૂર્ણ કરી પરંતુ સોશિયલ મીડિયામાં તમારા દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટથી વાત પૂર્ણ નહીં પણ શરૂ થઇ જતી હોય છે. આવું જ કઇંક શુભમન ગિલના ટ્વીટ બાદ થયું. આ ટ્વીટના કારણે સોશિયલ મીડિયા પર તે ખુબ જ ટ્રોલ થયો છે. શુભમન ગિલનું આ ટ્વીટ જોઈને જ્યાં એક તરફ કેટલાક યુઝર્સ Swiggyનો બચાવ કરતા જોવા મળ્યા તો કેટલાકે Swiggyની સર્વિસ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. પરંતુ તેમની વચ્ચે કેટલાક એવા પણ હતા જેમણે આ યુવા બેટ્સમેનને જ ખુબ ટ્રોલ કર્યો. 
Advertisement

એક યુઝરે શુભમનને ટ્રોલ કરતા લખ્યું, 'આ તર્ક સાથે આપણે મસ્કને આઈપીએલ ખરીદવાનું કહેવું જોઈએ જેથી ખેલાડીઓ સમયસર પરફોર્મ કરવાનું શરૂ કરે.' મહત્વપૂર્ણ છે કે શુભમનના આ ટ્વીટ પર મસ્ક તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ Swiggyએ આ બેટ્સમેનને ચોક્કસ જવાબ આપ્યો છે. આ ટ્વીટ પર Swiggyએ જવાબ આપતા T20 ક્રિકેટમાં શુભમનની બેટિંગ પર નિશાન સાધ્યું અને કહ્યું, 'તે હજુ પણ T20 ક્રિકેટમાં તમારી બેટિંગ કરતા વધુ ઝડપી છે.' એક યુઝરે શુભમન ગિલને તેની પસંદગી (ખરીદી) પર ટ્રોલ કર્યો અને લખ્યું, 'ખોટી ખરીદી થતી રહે છે, તેરા પણ થઇ છે'. શુભમન ગિલના ટ્વીટ પર આવા ઘણા મેસેજ જોવા મળ્યા છે, જેમાંથી કેટલાક એવા પણ છે કે જે બતાવી શકાય તેમ પણ નથી. 
Tags :
Advertisement

.