દિવસના હિસાબથી કરો શોપિંગ, જાણો કયો દિવસ કઇ વસ્તુ ખરીદવા માટે છે શુભ-અશુભ
સામાન્ય રીતે આપણે ત્યાં હિન્દુ ધર્મમાં દરેક દિવસનું વિશેષ મહત્વ છે. તેમાં પણ અઠવાડિયાના સાત દિવસો એક અથવા બીજા દેવતાને સમર્પિત કરવામાં આવતા હોય છે. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં કોઈપણ કાર્ય કરતી વખતે શુભ સમય અને શુભ દિવસનું ધ્યાન કરવામાં આવે છે. તેમાં પણ દરેક દિવસ માટે એક દિવસ ફાળવાયો છે. તે પ્રમાણે કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે કયાં દિવસે કઈ વસ્તુની ખરીદી કà
02:32 PM Jun 15, 2022 IST
|
Vipul Pandya
સામાન્ય રીતે આપણે ત્યાં હિન્દુ ધર્મમાં દરેક દિવસનું વિશેષ મહત્વ છે. તેમાં પણ અઠવાડિયાના સાત દિવસો એક અથવા બીજા દેવતાને સમર્પિત કરવામાં આવતા હોય છે. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં કોઈપણ કાર્ય કરતી વખતે શુભ સમય અને શુભ દિવસનું ધ્યાન કરવામાં આવે છે. તેમાં પણ દરેક દિવસ માટે એક દિવસ ફાળવાયો છે. તે પ્રમાણે કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે કયાં દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ.
સોમવાર - સામાન્ય રીતે સોમવારનો દિવસ શિવને સમર્પિત હોય છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે ઈલેક્ટ્રોનિક સામાન જેમ કે કોમ્પ્યુટર, મોબાઈલ વગેરે ખરીદવું અશુભ માનવામાં આવે છે.આ દિવસે અનાજ, ડેરી ઉત્પાદનની વસ્તુ ખરીદવી શુભ ગણાય છે.
મંગળવાર - મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે.આ દિવસે પગરખાં કે લોખંડની વસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે.
બુધવાર- બુધવાર ગણેશજી અને મા સરસ્વતીનો દિવસ હોય છે.આ દિવસે દવાઓ, વાસણો અને માછલીઘર વગેરે ખરીદવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પુસ્તકો અને સ્ટેશનરી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ.
ગુરુવાર- ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ હોય છે. આ દિવસે કોઈપણ વાસણ અથવા ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળો. આ દિવસે ઈલેક્ટ્રોનિક અથવા પ્રોપર્ટી સંબંધિત વસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે.
શુક્રવાર - શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત હોય છે આ દિવસે ઈલેક્ટ્રોનિક્સ વગેરેની સમાન સંપત્તિ ખરીદવી શુભ છે. આ દિવસે તમે કપડાંની ખરીદી પણ કરી શકો છો.
શનિવાર - આ દિવસે સરસવનું તેલ, તલનું તેલ, મીઠું વગેરે ન ખરીદવું જોઈએ. આ દિવસે મશીનરી અને ફર્નિચર જેવી વસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે.
Next Article