Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થાઈલેન્ડમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં ગોળીબાર, 30થી વધુ લોકોના મોત

છેલ્લા ઘણા સમયથી આપણે અમેરિકા સહિતના ઘણા દેશોમાં ગોળીબાર થયાના સમાચાર સાંભળતા આવ્યા છીએ. ત્યારે હવે થાઈલેન્ડનો પૂર્વોત્તર પ્રાંત ગોળીબારથી ગુંજી ઉઠ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 30થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  ફાયરિંગ બાદ હુમલાખોરે આત્મહત્યા કરીથાઈલેન્ડમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં થયેલા ગોળીબારમાં 30થી વધુ લોકોના મà
થાઈલેન્ડમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં ગોળીબાર  30થી વધુ લોકોના મોત
છેલ્લા ઘણા સમયથી આપણે અમેરિકા સહિતના ઘણા દેશોમાં ગોળીબાર થયાના સમાચાર સાંભળતા આવ્યા છીએ. ત્યારે હવે થાઈલેન્ડનો પૂર્વોત્તર પ્રાંત ગોળીબારથી ગુંજી ઉઠ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 30થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  
ફાયરિંગ બાદ હુમલાખોરે આત્મહત્યા કરી
થાઈલેન્ડમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં થયેલા ગોળીબારમાં 30થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર આ ફાયરિંગમાં ઘણા બાળકોના મોત થવાની પણ આશંકા છે. ગોળીબારની આ ઘટના થાઈલેન્ડના પૂર્વોત્તર પ્રાંતમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા કરી લીધી હતી. ચાઈલ્ડ કેર સેન્ટર પર હુમલાના સમાચાર મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. આ ઘટનામાં માર્યા ગયેલાઓમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે. 
Advertisement

30થી વધુ લોકોના મોત
થાઈલેન્ડના પોલીસ મેજર જનરલ અચયોન ક્રૈથોંગે જણાવ્યું હતું કે, નોંગબુઆ લામ્ફુ શહેરમાં એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર 30થી વધુ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાદેશિક જાહેર બાબતોના કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કુલ 26 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં 23 બાળકો, બે શિક્ષકો અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.
મોટાભાગના લોકો પાસે છે લાયસન્સવાળી ગન
થાઈલેન્ડમાં મોટાભાગના લોકો પાસે લાયસન્સવાળી ગન હોવાનું માનવામાં આવે છે. આ સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધુ છે, લાંબા સમયથી એવું પણ જોવા મળી રહ્યું છે કે થાઈલેન્ડમાં ગેરકાયદેસર હથિયારોની સપ્લાય કરવામાં આવી રહી છે. પડોશી દેશોમાંથી હથિયારોની દાણચોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ પહેલા થાઈલેન્ડમાં વધુ એક ગોળીબાર થયો હતો જેમાં 29 લોકોના મોત થયા હતા અને 57થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. જણાવી દઈએ કે, હજુ સુધી આ ઘટનાને શા માટે અંજામ આપવામાં આવ્યો તેની માહિતી મળી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Tags :
Advertisement

.