પાર્ટી કહેશે તો જાજમ પાથરવાનું કામ પણ કરીશ
ભારતીય જનતા પાર્ટીના (BJP) સંસદીય બોર્ડમાંથી (Parliamentary Board) બહાર થવા પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાનની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, સંસદીય બોર્ડમાંથી બહાર થવામાં મને કોઈ વાંધો નથી. કેન્દ્રીય સ્તરે એક ટીમ હોય છે, જે નક્કી કરે છે કે કોણે શું કરવાનું છે. જેમ અમે પ્રદેશમાં નક્કી કરીએ છીએ. આજે લોકો આડીઅવળી વાતો કરે છે. તેઓ આ વાતો કરવાનું છોડી દે, અમારા રાષ્ટ્રીય અધ્યà
12:50 PM Aug 20, 2022 IST
|
Vipul Pandya
ભારતીય જનતા પાર્ટીના (BJP) સંસદીય બોર્ડમાંથી (Parliamentary Board) બહાર થવા પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાનની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, સંસદીય બોર્ડમાંથી બહાર થવામાં મને કોઈ વાંધો નથી. કેન્દ્રીય સ્તરે એક ટીમ હોય છે, જે નક્કી કરે છે કે કોણે શું કરવાનું છે. જેમ અમે પ્રદેશમાં નક્કી કરીએ છીએ. આજે લોકો આડીઅવળી વાતો કરે છે. તેઓ આ વાતો કરવાનું છોડી દે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંસદીય બોર્ડમાં જેમને સામેલ કર્યાં છે તે દરેક લોકો યોગ્ય ઉમેદવારો છે. સંસદીય બોર્ડમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
શિવરાજસિંહે (Shivrajsingh Chauhan) કહ્યું કે, મે સપનામાં ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ હું મધ્યપ્રદેશનો મુખ્યમંત્રી બનીશ. હું પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું. જો પાર્ટી કહેશે તો તેઓ જાજમ પાથરવા પણ તૈયાર છે. તેમની પાર્ટીમાં તમામ નિર્ણયો સમજી વિચારીને લેવામાં આવે છે. મને તે વાતનો કોઈ અહમ નથી કે હું જ પાર્ટીમાં યોગ્ય છું. ઘણા સારા યોગ્ય નેતાઓ છે જે સંસદીય બોર્ડનો હિસ્સો બની શકે છે. રાષ્ટ્રહિત માટે પાર્ટીનો જે કંઈ પણ નિર્ણય હશે તેઓ તેને માનવા હંમેશા તૈયાર છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, જે દિવસે પાર્ટી આદેશ કરશે કે હવે તેમના ગામ જૈતમાં રહો તો ત્યાં રહીશ. પાર્ટી કહેશે કે ભોપાલ રહો તો ભોપાલમાં રહીશ. રાજનીતિમાં વ્યક્તિગત મહત્વકાંક્ષા હોવી જોઈએ નહી. આજે દેશના અનેક રાજ્યોમાં ભાજપ (BJP) પોતાના દમ પર સરકાર ચલાવી રહી છે. અમારા માટે તેનાથી ખુશીની વાત શું હોય શકે. પાર્ટી વિકસી રહી છે. તેનાથી વધારે શું જોઈએ. આજે અન્ય પાર્ટીઓ ભાજપ સામે નતમસ્તક થઈ ગઈ છે. ભાજપ એક વિશાળ પરિવાર છે.
ઉલ્લેખનીય છે કે, ગત 17 ઓગસ્ટે ભાજપે (BJP) પોતાના સંસદીય બોર્ડનું (Parliamentary Board) પુનર્ગઠન કર્યું હતું. સંસદીય બોર્ડમાંથી શિવરાજસિંહ ચૌહાન (ShivrajSingh Chauhan) અને નીતીન ગડકરીને (Nitin Gadkari) બહાર કરવામાં આવ્યા હતા. કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.
Next Article