શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને રાજકોટ કલેકટર કચેરી ખાતે સન્માનિત કરવામાં આવ્યા
ગોંડલનું શિવમ સાર્વજનિક ટ્રસ્ટ સેવાનું પર્યાય બની જવા
પામ્યું છે ટ્રસ્ટ નાં પ્રમુખ,
સદસ્યો દિવસ રાત જોયા વગર
અકસ્માતોમાં કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સેવા માટે ચોવીસે કલાક ખડે પગે
રહેતા હોય જેની નોંધ રાજકોટ કલેકટર દ્વારા લઈ ટ્રસ્ટના પ્રમુખને સર્ટિફિકેટ એનાયત
કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુડ રિટન અંતર્ગત સારી સેવા આપનારા ઓ ને સન્માનિત કરવાનું આયોજન કરાયું
વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદી અને મુખ્ય
મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અક્સ્માત દરમ્યાન ગુડ રિટન અંતર્ગત સારી સેવા
આપનારા ઓ ને સન્માનિત કરવાનું આયોજન કરાયું છે. ગોંડલના સરકારી દવાખાના ખાતે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના
પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમના સાથી સદસ્યો દ્વારા અનેકવિધ રીતે સેવાકીય પ્રવૃતિઓ
કરવામાં આવી રહી છે ખાસ કરીને નેશનલ હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોમાં
ઘાયલ થતા લોકોને તાત્કાલિક તબીબી સારવાર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ મળી રહે તે માટે
ચોવીસે કલાક સેવા બજાવવામાં આવતી હોય છે.
રાજકોટ ખાતે સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કર્યા હતા
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, ધારાસભ્ય
દર્શિતાબેન શાહ, પ્રદીપભાઈ ડવ સહિતના એ લઈ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના
પ્રમુખને રાજકોટ ખાતે સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કર્યા હતા અને કહ્યું હતું કે
દિનેશભાઈ જેવું વ્યક્તિત્વ આ સમયમાં મળવું મુશ્કેલ છે લોકોએ દિનેશભાઈ ની સેવા
માંથી પ્રેરણા લેવી જોઈએ તેવું કહી દિનેશભાઈ ને તેમની સેવા અવિરત ચાલુ રાખવા
જણાવ્યું હતું
આ પણ વાંચો-