Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાશ્મીર ફાઇલ્સ મદ્દે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની તીખી પ્રતિક્રિયા

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ રહી છે, પરંતુ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને લઈને ઘણી રાજકીય ચર્ચાઓ પણ થઇ રહી છે. આ ફિલ્મે એક સપ્તાહમાં 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ ફિલ્મના વખાણ કરી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ સહિત ઘણા પક્ષોનું કહેવું છે કે તેમાં સંપૂર્ણ સત્ય દર્શાવવામાં આવ્યું
કાશ્મીર ફાઇલ્સ મદ્દે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની તીખી પ્રતિક્રિયા
કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ રહી છે, પરંતુ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને લઈને ઘણી રાજકીય ચર્ચાઓ પણ થઇ રહી છે. આ ફિલ્મે એક સપ્તાહમાં 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ ફિલ્મના વખાણ કરી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ સહિત ઘણા પક્ષોનું કહેવું છે કે તેમાં સંપૂર્ણ સત્ય દર્શાવવામાં આવ્યું નથી.

ભાજપ આ ફિલ્મને પ્રમોટ કરી રહ્યું છે
દરમિયાન શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ ફિલ્મ પર તીખી પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે ટોણો મારતા કહ્યું, "કાશ્મીર પર ફિલ્મ બની છે, પરંતુ તેમાં સત્ય છુપાવવામાં આવ્યું છે અને ઘણી ખોટી વાર્તાઓ દર્માંવવામાં આવી છે. જો ભાજપ આ ફિલ્મને પ્રમોટ કરી રહ્યું છે, તો બીજેપી સમર્થકો આ ફિલ્મ જોશે. ફિલ્મને હવે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે, ફિલ્મના નિર્દેશકને પદ્મશ્રી આપવામાં આવશે. 
Advertisement



કાશ્મીરી પંડિતોને ઘરે પરત ફરવા માટે કેમ રક્ષણ અપાતું નથી
કેન્દ્ર સરકાર દ્વારા ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવા અંગે સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે "તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળી છે. કાશ્મીરી પંડિતોને ઘરે પરત ફરવા માટે કેમ રક્ષણ અપાતું નથી.  પીએમ દ્વારા તેમને ઘર વાપસીનું વચન આપવામાં આવ્યું હતું તો તે આજ સુધી કેમ પૂરુ કર્યુ નથી?

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ
જ્યાં ભારતીય જનતા પાર્ટી કાશ્મીર ફાઇલ્સ દ્વારા કાશ્મીરી પંડિતોની વેદનાને આગળ લાવવાની વાત કરી રહી છે ત્યારે વિપક્ષ આ ફિલ્મ દ્વારા લોકોમાં નફરત પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ચૂંટણીના ફાયદા માટે કરવામાં આવ્યું છે. બીજેપીના લોકોએ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે અને આ ફિલ્મમાં વાર્તા સાથે છેડછાડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો સામે આવ્યાં છે. જેમાં લોકો આ ફિલ્મને લઇને ઘણાં ઉત્સાહિત છે અને ફિલ્મ જોતા હોલમાં ઉશ્કેરણીજનક નારા પણ લગાવી રહ્યા છે. જેના કારણે ફિલ્મ દ્વારા ચોક્કસ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાના આરોપો પણ લાગ્યા છે.
Tags :
Advertisement

.