Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિંદે સરકારની કેબિનેટનું વિસ્તરણ, 18 મંત્રીઓએ લીધા શપથ

40 દિવસની રાહ જોયા બાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ  કેબિનેટનું  વિસ્તરણ થયું છે. ભાજપના ક્વોટામાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે. એકનાથ શિંદેની છાવણીમાંથી પણ એટલી જ સંખ્યામાં ધારાસભ્યોએ શપથ લીધા છે. પહેલા રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા અને પછી બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા.મહારાષ્ટ્રમાં આજે કેબિનેટ વિસ્તરણ થયું છે જેમાં 18 મંત્રીઓએ શપથ લીધા છે તેમà
શિંદે સરકારની કેબિનેટનું વિસ્તરણ  18 મંત્રીઓએ લીધા શપથ
40 દિવસની રાહ જોયા બાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ  કેબિનેટનું  વિસ્તરણ થયું છે. ભાજપના ક્વોટામાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે. એકનાથ શિંદેની છાવણીમાંથી પણ એટલી જ સંખ્યામાં ધારાસભ્યોએ શપથ લીધા છે. પહેલા રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા અને પછી બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા.
મહારાષ્ટ્રમાં આજે કેબિનેટ વિસ્તરણ થયું છે જેમાં 18 મંત્રીઓએ શપથ લીધા છે તેમાં શિંદે જૂથ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવ-નવ પ્રધાનોનો સમાવેશ થયો છે. આ સાથે મહારાષ્ટ્રની કેબિનેટમાં સભ્યોની સંખ્યા વધીને 20 થઈ જશે, જે મહત્તમ 43 સભ્યોની સંખ્યાના અડધાથી પણ ઓછી છે.
શિંદે જૂથના મંત્રીઓમાં તાનાજી સાવંત, ઉદય સામંત, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર, શંભુરાજ દેસાઈ , સંજય રાઠોડ અને ગુલાબરાવ પાટીલનો સમાવેશ થાય છે જ્યારે ભાજપ તરફથી મંત્રી બનનારામાં  ગિરીશ મહાજન, ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર,  સુરેશ ખાડે,  રાધાકૃષ્ણ વિખે પાટીલ, અતુલ સવે,  રવિન્દ્ર ચવ્હાણ,  વિજયકુમાર ગાવિત અને  મંગલપ્રભાત લોઢાનો સમાવેશ થાય છે. 
Advertisement
Tags :
Advertisement

.