Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉદ્ધવ સરકારના કાર્યકાળના મહત્વના કેસોને CBIને સોંપવાની શિંદે સરકારની તૈયારી

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે ઉધ્ધવે  લીધેલા ઘણા નિર્ણયોને પલટી નાખ્યા છે. હવે શિંદે સરકારે એક પગલું આગળ વધીને, ઠાકરેના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કેસોની તપાસ સીબીઆઈને સોંપવાની તૈયારી કરી છે.સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે નવી સરકાર મહારાષ્ટ્ર પોલીસના હાથમાંથી મહત્વપૂર્ણ કેસની
ઉદ્ધવ સરકારના કાર્યકાળના મહત્વના કેસોને cbiને સોંપવાની શિંદે સરકારની તૈયારી
Advertisement
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે ઉધ્ધવે  લીધેલા ઘણા નિર્ણયોને પલટી નાખ્યા છે. હવે શિંદે સરકારે એક પગલું આગળ વધીને, ઠાકરેના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કેસોની તપાસ સીબીઆઈને સોંપવાની તૈયારી કરી છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે નવી સરકાર મહારાષ્ટ્ર પોલીસના હાથમાંથી મહત્વપૂર્ણ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની તૈયારી કરી રહી છે. બીજેપી નેતા ગિરીશ મહાજન સહિત અન્ય 28 લોકો સામે પણ છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે IPS ઓફિસર રશ્મિ શુક્લાને મુશ્કેલીમાં મૂકનાર ફોન ટેપિંગ રિપોર્ટ લીક થવાના કેસને ટ્રાન્સફર કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
નવી સરકાર આવતાની સાથે જ મહારાષ્ટ્રના બે મહત્વના કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસને આવી સૂચનાઓ આપવામાં આવી છે. મહા વિકાસ આઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન નોંધાયેલા કેસોને રાજ્યમાં સત્તા પરિવર્તનની સાથે જ કેન્દ્રીય એજન્સીઓને સોંપી દેવા માટે કહેવામાં આવ્યું છે.
ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગિરીશ મહાજન સહિત 28 અન્ય લોકો વિરુદ્ધ ખંડણી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ ફોન ટેપિંગ રિપોર્ટ લીક કરવા બદલ મુંબઈ પોલીસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈ પુણે પોલીસ સામે ખંડણીના કેસમાં 29 આરોપીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પણ તપાસ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "અમને તપાસ ટ્રાન્સફર કરવાનો આદેશ મળ્યો છે. પરંતુ પ્રક્રિયા મુજબ, સીબીઆઈએ તે સ્વીકારવું પડશે. તે પછી કેસ અને કાગળો તેમને સોંપવામાં આવશે."
શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવ્યા પછી, ઠાકરે સરકારે લીધેલા શહેરોના નામકરણ સહિત અન્ય કેટલાક નિર્ણયો સ્થગિત કરવામાં આવ્યા હતા. આ સાથે મેટ્રોને લઈને ઠાકરે સરકારના નિર્ણયને પણ ફેરવી તોળ્યો હતો. એક તરફ નિર્ણય બદલવાની અને તેને બાજુ પર રાખવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ કેટલાક ગુનાઓની તપાસ સીધી સીબીઆઈને સોંપવામાં આવી રહી છે.
Tags :
Advertisement

.

×