ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિલ્પોત્સવનો આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદ પૂર્ણ,12 વિદેશી મહેમાનોને આપી સાલની ભેટ

અંબાજી ખાતે 19 જાન્યુઆરીના દિવસે બપોરે 3 વાગે અંબાજી SAPTI સંસ્થા ખાતે દેશ વિદેશના મૂર્તિકારોની  ઉપસ્થિતિમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ શિલ્પ સંગમનો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમમાં વિશ્વના10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો હતો જેમા મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમના કાર્યક્રમમાં SAPTIસંસ્થા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતુ.આ 20 દિવસના કાર્યક્રમમàª
02:08 PM Feb 07, 2023 IST | Vipul Pandya

અંબાજી ખાતે 19 જાન્યુઆરીના દિવસે બપોરે 3 વાગે અંબાજી SAPTI સંસ્થા ખાતે દેશ વિદેશના મૂર્તિકારોની  ઉપસ્થિતિમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ શિલ્પ સંગમનો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમમાં વિશ્વના10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો હતો જેમા મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમના કાર્યક્રમમાં SAPTIસંસ્થા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતુ.આ 20 દિવસના કાર્યક્રમમા 10 દેશોના 12 મૂર્તિકારો અંબાજીના મહેમાન બન્યા હતા અને તેમણે અંબાજીના વાઈટ માર્બલમાં અલગ અલગ પથ્થરો મા કોતરણી કરીને સુંદર માર્બલ વર્ક કરીને વિવિધ વસ્તુઓ બનાવી હતી. 

શિલ્પોત્સવનો આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદ પૂર્ણ થયો 
આજે 7 ફેબ્રુઆરીના રોજ SAPTIસંસ્થા તરફથી એવોર્ડ સેરેમની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા 12 વિદેશી મહેમાનોને કચ્છની આર્ટ વર્ક કરેલી સાલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને  SAPTI સંસ્થા તરફથી સર્ટીફીકેટ એનાયત કરાયા હતા.SAPTIસંસ્થાના નીતિન દત્તે જણાવ્યું હતું કે આ વિદેશી મહેમાનોએ જે માર્બલની વસ્તુઓ બનાવી છે તેને યાદગીરી સ્વરૂપે અંબાજીના વિવિધ વિસ્તારોમાં સ્ટેચ્યુ રૂપે મુકવામાં આવશે.આજે અમારો શિલ્પોત્સવનો આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદ પૂર્ણ થયો છે અને આજે અહીં આવેલા 12 વિદેશી મહેમાનોને સાલ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને બીજા રાજસ્થાનના આસીસ્ટન્ટ મૂર્તિકારોને પણ પ્રમાણપત્ર અપાયા હતા. 

વિશ્વના 10 અલગ અલગ દેશોના 12 કલાકારો પણ જોડાયા હતા
આ કાર્યક્રમમાં દેશના ઉત્તમ કલાકારો અને વિશ્વના 10 અલગ અલગ દેશોના 12 કલાકારો પણ જોડાયા હતા. અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ પાસે આવેલી સાપતી સંસ્થા દ્વારા આ કાર્યક્રમ 19 જાન્યુઆરીના દિવસે શરુ થયો હતો અને 7 ફેબ્રુઆરીના દિવસે આ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.આ કાર્યક્રમમાં વિશ્વના ઉત્તમ સ્ટોનના આર્ટિસ્ટો પણ જોડાયા હતા. સાપ્તીના અધિકારી ગણ સાથે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા ડિડિઓ સ્વપ્નિલ ખેર સહીત નીતિન દત્ત વિણાબેન પડિયા સહીતની હાજરીમાં કાર્યક્રમ શરુ થયો હતો અને આજે  શિલ્પોત્સવનો આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદ પૂર્ણ થઇ હતી.અંબાજી ખાતે આવેલા મૂર્તિકારો અહીં આવીને તેમની જે કારીગરી છે તેમાં 20 દિવસ સુધી મહેનત કરીને માર્બલના સુંદર કલ્પ બનાવ્યા હતા તેમનું પણ કારીગરીનો નમુનો બતાવ્યો હતો.
ગુજરાતમાં અંબાજી માર્બલનું હબ ગણાય છે
અંબાજીના અને અરવલ્લી ગિરિમાળાના પથ્થરોની કારીગરી અહીં આવેલા વિદેશી મહેમાનોએ પૂર્ણ કરી હતી.અંબાજી ખાતે નિતીન દત્ત સેન્ટર ડાયરેક્ટર સાપ્તિ અને વીણાબેન પડ્યા સ્ટેટ ડાયરેકટર હાજર રહી આ વિદેશી કલાકારો સાથે જોડાયા હતા.અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વના 10 દેશોના 12 કલાકારો પ્રથમ વખત આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં આરસ પહાણની ખાણ અંબાજી ખાતે આવેલી છે અંબાજીમાં માર્બલ ની અંદાજે 30 જેટલી ખાણો આવેલી છે જેમાંથી વાઈટ માર્બલ સેકન્ડ વાઈટ,પેન્થર, અને અડંગો સહિતના પથ્થરો નીકળે છે સાથે ગ્રીન માર્બલ પણ નીકળે છે આમ ગુજરાતમાં અંબાજી માર્બલનું હબ ગણાય છે.
વિદેશી મૂર્તિકારોએ પોતાની પ્રતિક્રિયા આપી 
1.Eugen Petri,Romania એ પોતે બનાવેલી માર્બલની વસ્તુ પર જણાવ્યું હતું કે અમને અંબાજીના માર્બલ વર્ક પર કામ કરવાનો પ્રથમ અવસર મળ્યો હતો અને આ પથ્થર અહીંની ખાણ થી નીકળે છે જે જાણીને પણ આનંદ થયો હતો.અને આજે અમને  હવે અંબાજી છોડીને જવાનું મન થતું નથી પણ હવે ફરીથી ચોક્કસ અંબાજી આવીશું અંબાજીના લોકો અને અહીંના અધિકારીઓ ઘણા સારા છે તેવું જણાવ્યું હતું.
2 .Elena Saracino,Italy એ પોતે બનાવેલી માર્બલની વસ્તુ પર જણાવ્યું હતું કે અમને અંબાજીના માર્બલ વર્ક પર કામ કરવાનો પ્રથમ અવસર મળ્યો હતો અને આ પથ્થર અહીંની ખાણ થી નીકળે છે જે જાણીને પણ આનંદ થયો હતો.અને આજે અમને  હવે અંબાજી છોડીને જવાનું મન થતું નથી પણ હવે ફરીથી ચોક્કસ અંબાજી આવીશું અંબાજીના લોકો અને અહીંના અધિકારીઓ ઘણા સારા છે તેવું જણાવ્યું હતું
3. નીતિન દત્ત ,SAPTI સંસ્થા સેન્ટર ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે 12 વિદેશી મૂર્તિકારો જે 10 દેશોથી આવ્યા હતા તેમની મૂર્તિકલા ઘણી સારી રહી હતી અને તેમને બનાવેલા માર્બલની વસ્તુઓ અંબાજીના અલગ અલગ વિસ્તારોમાં મુકવામાં આવશે જેથી અંબાજી આવતા લોકો વિદેશી મહેમાનોની કલાકૃતિ જોઈ શકે. 
વિદેશ થી આવેલા 12 મહેમાનોની યાદી  
  • Sodong Choe, South Korea
  • Oscar Aguirre Comendador,Spain
  • Carole Turner, Usa
  • .Zdravko Zdravkov,Bulgaria
  • Alex Labejof, France 
  • Klaus F.Hunsicker,Germany
  • Vasilis Vasili,Greece
  • Elena Saracino,Italy
  • Hiroshi Miyauchi, Japan
  • Hidenori Oi,Japan
  • Eugen Petri,Romania
  •  Gyu Jo Choi,South Korea 
આપણ  વાંચો- રેશનીંગની દુકાનમાં મળતી તુવેરદાળમાં કીડા, મેગાસીટીની ગંભીર હકીકતનો ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ, પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
12foreignersAmbajiGujaratFirstInternationalSculptureSaptiInstituteSymposium
Next Article