શૌર્યનો રંગ ખાખી : ફિલ્મી ઢબે ચોરી... ફિલ્મી ઢબે ધરપકડ!
અમદાવાદ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ફિલ્મી સ્ટાઇલમાં પ્લાનિંગ કરીને ચોરને પકડ્યો હતો. ઘટના એવી છે કે, અમદાવાદમાં આવેલ ચાણક્યપુરી વિસ્તારમાં સન ડિવાઇન-3 માં એડવોકેટ ગુલાબજી માધુજી ઠાકોર (ઉં.56) પરિવારના સભ્યો સાથે રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે વતન...
Advertisement
અમદાવાદ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ફિલ્મી સ્ટાઇલમાં પ્લાનિંગ કરીને ચોરને પકડ્યો હતો. ઘટના એવી છે કે, અમદાવાદમાં આવેલ ચાણક્યપુરી વિસ્તારમાં સન ડિવાઇન-3 માં એડવોકેટ ગુલાબજી માધુજી ઠાકોર (ઉં.56) પરિવારના સભ્યો સાથે રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે વતન ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી ચોરીની થવાની ઘટના સામે આવી હતી. તસ્કરે એડવોકેટ ગુલાબજીના ઘરેથી તેમના ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી રૂ.91,800 ના મત્તાની ચોરી કરી હતી. આ અંગે ગુલાબજીએ સોલા હાઈ કોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસ દ્વારા આ તસ્કરોને પકડવા માટે કાર્યાવહી હાથ ધરવામા આવી હતી.
આ પણ વાંચો -- સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દીકરીને ફસાવવા આદિલ બન્યો આર્ય પટેલ
Advertisement
Advertisement