Surat ના અઠવાલાઇન Police Head Quarters ખાતે શસ્ત્ર પૂજા
Surat: આજે વિજ્યાદશમી છે, આ દિવસે ભારતમાં શસ્ત્રોની પૂજા કરવામાં આવતી હોય છે. વિજ્યાદશમીના દિવસે શસ્ત્રોની પૂજા કરવાનું ખુબ જ મહત્વ હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરતના અઠવાલાઇન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી. નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાસ્ત્રોકત વિધિ સાથે શસ્ત્રોની પૂજા કરવામાં આવી છે. દર વર્ષે અહીં શસ્ત્રોની પૂજા કરવામાં આવતી હોય છે. આ વખતે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો.