22 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારનો કોઈ વ્યક્તિ બનશે કોંગ્રેસ અધ્યક્ષ, આજે થશે મતદાન
કોંગ્રેસના અધ્યક્ષની (Congress President) ચૂંટણી માટે આજે સોમવારે મતદાન થવાનું છે. લગભગ 22 વર્ષ પહેલા સોનિયા ગાંધી વિરુદ્ધ જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે હરીફાઈ થઈ હતી જેને સોનિયાએ સરળતાથી જીતી લીધી હતી. આ વખતે ગાંધી પરિવારમાંથી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી કોઈ નથી લડી રહ્યું એવામાં કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Khadge) અને શશી થરૂર (Shashi Tharoor) કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાના છે.19મીએ મતગà
12:51 PM Oct 16, 2022 IST
|
Vipul Pandya
કોંગ્રેસના અધ્યક્ષની (Congress President) ચૂંટણી માટે આજે સોમવારે મતદાન થવાનું છે. લગભગ 22 વર્ષ પહેલા સોનિયા ગાંધી વિરુદ્ધ જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે હરીફાઈ થઈ હતી જેને સોનિયાએ સરળતાથી જીતી લીધી હતી. આ વખતે ગાંધી પરિવારમાંથી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી કોઈ નથી લડી રહ્યું એવામાં કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Khadge) અને શશી થરૂર (Shashi Tharoor) કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાના છે.
19મીએ મતગણતરી
આ પહેલા વર્ષ 2017માં જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી થઈ હતી ત્યારે રાહુલ ગાંધીની (rahul Gandhi) સામે કોઈએ ઉમેદવારી નહોતી નોંધાવી તેથી તેઓ બિનહરિફ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ગાંધી પરિવારના ઈશારા બાદ જ કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગે મેદાનમાં ઉતર્યાં છે. એવામાં તેમનું પલડું ભારે જણાઈ રહ્યું છે. જ્યારે શશી થરૂર આધુનિકતાના આધારે પ્રચાર કરી રહ્યાં છે. 17 ઓક્ટોબરે મતદાન બાદ મતપેટીઓ દિલ્હી લાવવામાં આવશે ત્યારબાદ 19મીએ મતગણતરી થશે અને કોંગ્રેસને નવા બિન-ગાંધી પ્રમુખ મળશે.
આ સ્થળોએ મતદાન
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપરાંત અકબર રોડ સ્થિત કેન્દ્રીય કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પણ મતદાન થશે. કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ન્યાયી છે. PRO અને APRO મતદાન મથકો પર ચાંપતી નજર રાખશે. રાહુલ ગાંધી સહિત ભારત જોડો યાત્રામાં સામેલ લગભગ 40 ડેલિગેટ્સ કેમ્પમાં જ પોતાનો વોટ આપી શકશે. બેલ્લારીમાં સાંગનાકલ્લુ કેમ્પ સાઇટ પર એક મતદાન મથક બનાવવામાં આવી રહ્યું છે ત્યાં પણ પાર્ટીના ચૂંટણી અધિકારીઓ તૈનાત રહેશે. સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધી, જેઓ દિલ્હીના પ્રતિનિધિ છે, તેઓ 24 અકબર રોડ પર મતદાન કરશે.
ગુજરાત કોંગ્રેસ ચૂંટણી PRO ગુજરાતમાં
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ચૂંટણી PRO શોભા ઓઝા ગુજરાત પહોંચ્યા છે. તેમણે પારદર્શી ચૂંટણીનો દાવો કર્યો છે. સવારે 10 થી 4 વચ્ચે મતદાન થવાનું છે અને ગુજરાત કોંગ્રેસના 408 મતદાતાઓ મતદાન કરશે. દરેક મતદાતાઓને કોંગ્રેસે ઓળખ કાર્ડ આપવામાં આવ્યું છે.
Next Article