Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિવેક અગ્નિહોત્રી-અનુપમ ખેર પર ગુસ્સે થયા શશિ થરૂર, સુનંદા પુષ્કરનું નામ લેવા મુદ્દે કહ્યું- 'આ ધૃણાસ્પદ છે'

વિવેક અગ્નિહોત્રી અને શશિ થરૂર કાશ્મીર ફાઇલ્સ પર ટ્વિટર પર આમને સામને આવી ગયા હતા. બાદમાં અનુપમ ખેરે આ અંગે ટ્વિટ કર્યું હતું. હવે સુનંદા પુષ્કરનું નામ ઉઠાવવા પર થરૂરે પોતાનો જવાબ આપ્યો છે. ક્યાંથી શરૂ થયો વિવાદકાશ્મીર ફાઇલ્સ આ વર્ષની લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. ફિલ્મને લઈને ઘણી રાજનીતિ થઈ હતી અને હજુ પણ આ પ્રક્રિયા અટકી નથી. એક તરફ આ ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા તો ઘણા લોàª
08:09 AM May 11, 2022 IST | Vipul Pandya
વિવેક અગ્નિહોત્રી અને શશિ થરૂર કાશ્મીર ફાઇલ્સ પર ટ્વિટર પર આમને સામને આવી ગયા હતા. બાદમાં અનુપમ ખેરે આ અંગે ટ્વિટ કર્યું હતું. હવે સુનંદા પુષ્કરનું નામ ઉઠાવવા પર થરૂરે પોતાનો જવાબ આપ્યો છે. 

ક્યાંથી શરૂ થયો વિવાદ
કાશ્મીર ફાઇલ્સ આ વર્ષની લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. ફિલ્મને લઈને ઘણી રાજનીતિ થઈ હતી અને હજુ પણ આ પ્રક્રિયા અટકી નથી. એક તરફ આ ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા તો ઘણા લોકોએ તેને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી. ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અને કોંગ્રેસ નેતા શશિ થરૂર 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને ટ્વિટર પર સામ-સામે આવી ગયા હતા. આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ખબર પડી કે સિંગાપોરમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનું કારણ એ આપવામાં આવ્યું હતું કે તેમાં 'એકતરફી' વસ્તુઓ બતાવવામાં આવી છે. આના પર શશિ થરૂરે ટ્વિટ કર્યું, જેનો વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપ્યો. આ સમગ્ર મામલે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના અભિનેતા અનુપમ ખેરની પ્રતિક્રિયા પણ સામે  આવી છે.

વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપ્યો
શશિ થરૂરે સિંગાપોરની ચેનલ ન્યૂઝ એશિયાના આર્ટિકલને શેર કરતા લખ્યું કે, 'કાશ્મીર ફાઇલ્સને ભારતમાં શાસક પક્ષ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે જ્યારે સિંગાપોરમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.' તેના પર વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપ્યો કે સિંગાપોરમાં રિગ્રેસિવ સેન્સર છે. અને ભૂતકાળમાં પણ ત્યાં ઘણી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે આગળ લખ્યું કે કૃપા કરીને કાશ્મીરી હિંદુ નરસંહારની મજાક ન કરો.
સુનંદા પુષ્કરની ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો
અન્ય એક ટ્વિટમાં વિવેક અગ્નિહોત્રીએ શશિ થરૂરની દિવંગત પત્ની સુનંદા પુષ્કરની ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું કે સુનંદા કાશ્મીરી હિન્દુ હતી? જો એમ હોય તો, તેમણે (થરૂરે) મૃતકના સન્માનમાં તેમનું ટ્વિટ ડિલીટ કરવું જોઈએ. 
અનુપમ ખેરે પણ જવાબ આપ્યો
શશિ થરૂરના ટ્વીટનો જવાબ આપતા અનુપમ ખેરે સુનંદા પુષ્કરના ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે સુનંદા ખાતર કાશ્મીરી પંડિતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવી જોઈએ. અનુપમ ખેર લખે છે, 'પ્રિય શશિ થરૂર, કાશ્મીરી હિન્દુઓના નરસંહાર પ્રત્યે તમારી કઠોરતા ખૂબ જ દુઃખદ છે. ઓછામાં ઓછું સુનંદા કે જેઓ પોતે કાશ્મીરી હતા, કદાચ તમારે કાશ્મીરી પંડિતો પ્રત્યે થોડી સંવેદનશીલતા બતાવવી જોઈએ અને કાશ્મીર ફાઇલ્સ પર પ્રતિબંધ લાદતા દેશને પ્રત્યેનો લગાવ ન રાખવો જોઈએ.
Tags :
AnupamKherGujaratFirstShashiTharoorTheKashmirFilesVivekAgnihotri
Next Article