Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુતિન સાથેની બેઠકમાં શરીફ કાનમાં હેડફોન ના લગાવી શક્યા, જુઓ વિડીયો

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન કોન્ફરન્સ (SCO)માં ભાગ લેવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shahbaz Sharif)  અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પહેલા જ સમરકંદ પહોંચી ગયા છે. કોન્ફરન્સ દરમિયાન શાહબાઝ શરીફ અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ દરમિયાન કંઈક એવું બન્યું કે શાહબાઝ શરીફ મૂંઝવણમાં મુà
પુતિન સાથેની બેઠકમાં શરીફ કાનમાં હેડફોન ના લગાવી શક્યા  જુઓ વિડીયો
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન કોન્ફરન્સ (SCO)માં ભાગ લેવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shahbaz Sharif)  અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પહેલા જ સમરકંદ પહોંચી ગયા છે. કોન્ફરન્સ દરમિયાન શાહબાઝ શરીફ અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ દરમિયાન કંઈક એવું બન્યું કે શાહબાઝ શરીફ મૂંઝવણમાં મુકાઇ ગયા. તેમણે પુતિનની સામે મદદ માંગવી પડી હતી.
 પુતિન અને શરીફ બંનેને વાતચીત પહેલા ભાષા સમજવા માટે અનુવાદકની જરૂર હતી. આવી સ્થિતિમાં તેમણે કાનમાં હેડફોન જેવું મશીન લગાવવું પડ્યું. ખુરશી પર બેસતાની સાથે જ પુતિને સરળતાથી મશીન ઇન્સ્ટોલ કર્યું અને વાત કરવા માટે સંમત થયા. પરંતુ શાહબાઝ શરીફ ટ્રાન્સલેટર મશીન ઇન્સ્ટોલ કરવામાં અસમર્થ હતા. પહેલા તેમણે એક કાનમાં પ્રયત્ન કર્યો પણ ટ્રાન્સલેટર મશીન સરકી ગયું હતું.  પછી તેઓ આ મશીન બીજા કાનમાં નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. આખરે તેમણે મદદ માંગવી પડી. એક અધિકારી શરીફ પાસે આવ્યો અને ટ્રાન્સલેટર મશીનને કાનમાં લગાવી આપ્યું હતું. 
આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ આ વિડીયો શેર કરતા લખ્યું, અમે કોણ છીએ? શું આપણા દેશને બદનામ કરવાનો આપણું લક્ષ્ય છે? 
બીજી તરફ પાકિસ્તાન દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની પીએમએ પૂર દરમિયાન મદદ મોકલવા બદલ આભાર માન્યો છે. આ ઉપરાંત બંને નેતાઓએ સંમતિ વ્યક્ત કરી હતી કે તેઓ સુરક્ષા, ઉર્જા, વેપાર અને રોકાણમાં સંબંધોને વધુ મજબૂત કરશે. શરીફે અફઘાનિસ્તાનમાં રશિયાની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.
Advertisement

Tags :
Advertisement

.