Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન

શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને 2-3 અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલે પીઢ ઉદ્યોગપતિ ઝુનઝુનવાલાના મૃત્યુની પુષ્ટિ કરી છે. આજે સવારે 6.45 કલાકે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેરબજ
શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન
શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને 2-3 અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલે પીઢ ઉદ્યોગપતિ ઝુનઝુનવાલાના મૃત્યુની પુષ્ટિ કરી છે. આજે સવારે 6.45 કલાકે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેરબજારમાંથી કમાણી કર્યા બાદ બિગ બુલે એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો હતો. તેમણે નવી એરલાઇન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામગીરી શરૂ કરી છે. શેરબજારમાં રોકાણ કરનાર ઝુનઝુનવાલાની પાસે આજે હજારો કરોડની સંપત્તિ છે. આટલી સંપત્તિ ધરાવતી વ્યક્તિની યાત્રા માત્ર 5 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી.
અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અકાસા એરની પ્રથમ ફ્લાઇટના ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળ્યા હતા. તેમણે અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી. તેમની સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ પણ હાજર હતા. Akasa Airએ 13મી ઓગસ્ટથી ઘણા વધુ રૂટ પર તેની સેવા શરૂ કરી છે.
ભારતના વોરન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાની આવકનો મુખ્ય સ્ત્રોત શેરબજાર હતો. ઝુનઝુનવાલાની આ સક્સેસ સ્ટોરી માત્ર પાંચ હજાર રૂપિયાથી શરૂ થઈ હતી. આજે તેમની કુલ સંપત્તિ 40 હજાર કરોડની આસપાસ છે. આ સફળતાને કારણે ઝુનઝુનવાલાને ભારતીય શેરબજારનો બિગ બુલ અને ભારતના વોરેન બફેટ કહેવામાં આવતા હતા. જ્યારે સામાન્ય રોકાણકારો શેરબજારમાં નાણાં ગુમાવી રહ્યા હોય ત્યારે પણ ઝુનઝુનવાલા કમાણી કરતા હતા. 
 
Advertisement
Tags :
Advertisement

.