Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો ! યાત્રાધામ અંબાજી અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજે શરદપૂર્ણિમાનું ઉત્સવનો સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે. ઠેર ઠેર ખલૈયાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો નવરાત્રિમાં ગરબા રમવામાં ચૂકી ગયેલા તમામ ખેલૈયાઓ આજની રાતે રાસ-ગરબાની રમઝટમાં મનભરીને ઝૂમશે. ગુજરાતમાં અલગ અલગ રીતે આ પર્વ ઉજવાય છે. એક તરફ આજે સુરતમાં સુરતીઓ ઘારી ખાશે, તો ઘરે- ઘરે લોકો આજના શરદપૂનમની શીતળ ચાંદનીમાં દૂધપૌંઆ ખાઇને આ પર્વની ઉજવણી કરશે, સાથà
04:57 AM Oct 09, 2022 IST | Vipul Pandya
આજે શરદપૂર્ણિમાનું ઉત્સવનો સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે. ઠેર ઠેર ખલૈયાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો નવરાત્રિમાં ગરબા રમવામાં ચૂકી ગયેલા તમામ ખેલૈયાઓ આજની રાતે રાસ-ગરબાની રમઝટમાં મનભરીને ઝૂમશે. ગુજરાતમાં અલગ અલગ રીતે આ પર્વ ઉજવાય છે. 
એક તરફ આજે સુરતમાં સુરતીઓ ઘારી ખાશે, તો ઘરે- ઘરે લોકો આજના શરદપૂનમની શીતળ ચાંદનીમાં દૂધપૌંઆ ખાઇને આ પર્વની ઉજવણી કરશે, સાથે જ આજે પૂનમના પાવન પર્વ પર ગુજરાતના પ્રસિદ્ધયાત્રી ધામ અંબાજી ખાતે માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું છે, તો પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવ્યાં છે. જુઓ ગુજરાત ફર્સ્ટનો વિશેષ અહેવાલ 

અંબાજી ચાચર ચોકમાં 30 હજાર દીવડાની મહાઆરતીનું પણ મંદિર દ્વારા આયોજન
બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતી થઇ હતી. સાથે જ આજે દિવસભર લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શનનો લ્હાવો લઇ રહ્યાં છે, વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તો જોડાયાં છે. આજે શરદ પૂર્ણિમા પર્વ પર મહા આરતીમાં પણ મોટી સંખ્યમાં ભકતો આવ્યાં હતાં.  
નિજ મંદિરમાં  દર પૂનમે સવારે 6 વાગે મંગળા આરતી થાય છે. આ આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. સાથે જ અંબાજી મંદિર દ્વારા આજે રાત્રે 12 વાગે દૂધ પૌંવાનો કાર્યક્રમ પણ યોજાશે,
 સાથે જ રાત્રે 12 વાગે વિશેષ આરતી કરવામાં આવશે. સાથે જ સાંજે ચાચર ચોકમાં 30 હજાર દીવડાની મહાઆરતીનું પણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.


શરદ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને ભક્તોની ભીડ
અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને ભક્તોની ભીડ 
જોવા મળી રહ્યી છે. વહેલી સવારથીજ ભક્તોની ભગવાન શામળિયાના દર્શન માટે લાઈનો લાગી હતી.  સાથે જ હજારો ભક્તોએ ભગવાનની શણગાર આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 
આ સાથે જ બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલ પણ ભગવાન શામળિયાના દર્શને પહોંચ્યા છે. સાથે જ આજે શરદપૂરણિમાના પાવન દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરશે.સાથે જ શામળીજી મંદિર ખાતે રાત્રી દરમિયાન ઉજવાશે શરદ પૂર્ણિમા ઉત્સવ પણ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. 
Tags :
AmbajiEatingDudhpaunaGarbaGujaratFirstShamlajiSharadpoonamSharadpurnimafestival
Next Article