Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શરદ પવાર આવ્યા મમતા બેનર્જીના સમર્થનમાં, કહ્યું- ભાજપ બદલા માટે કરે છે CBI-EDનો ઉપયોગ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગના મુદ્દે ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલને સમર્થન આપ્યું હતું. તેમણે રાજકીય બદલા માટે CBI, ED જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાના મુદ્દાને સંસદમાં ઉઠાવવાની વાત કરી છે.શરદ પવારે શું કહ્યું?ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ કેન્દ્રીય તપાસ એજન્સીà
શરદ પવાર આવ્યા મમતા બેનર્જીના સમર્થનમાં  કહ્યું  ભાજપ બદલા માટે કરે છે cbi edનો ઉપયોગ
Advertisement
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગના મુદ્દે ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલને સમર્થન આપ્યું હતું. તેમણે રાજકીય બદલા માટે CBI, ED જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાના મુદ્દાને સંસદમાં ઉઠાવવાની વાત કરી છે.
શરદ પવારે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત ઉપયોગને લઈને તમામ બિન-ભાજપ મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓને પત્ર લખ્યો છે. આ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર શરદ પવારે કહ્યું કે ‘અમે આવતીકાલે સંસદમાં આ મુદ્દો ઉઠાવીશું. અમે જોઈશું કે આ અંગે અમે બધા સાથે મળીને શું કરી શકીએ.’
આ પહેલા પણ આક્ષેપ કર્યો હતો
આ પહેલા એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં શરદ પવારે ભાજપ પર રાજકીય બદલો લેવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની પાર્ટીના નેતા નવાબ મલિકા અને અનિલ દેશમુખ પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે ‘જે લોકો આજે સત્તામાં છે તેઓને લાગે છે કે જેઓ તેમની વિચારધારાના નથી તેઓ તેમના દુશ્મન છે. CBI અને EDના દરોડા હવે સામાન્ય બની ગયા છે. રાજકીય બદલો લેવા તથા વિરોધીઓને હેરાન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
શરદ પવારે કહ્યું ‘એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના દરેક નેતા વિરુદ્ધ કંઈકને કંઈક ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મગજમાં એક જ વાત છે. લોકોની ઈચ્છા ગમે તે હોય તેઓ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાજપનું શાસન ઈચ્છે છે.’
Tags :
Advertisement

.

×