શામળાજી પાસે ફિલ્મી સ્ટાઇલથી પોલીસ પર હુમલો કરી પરિણીતાના અપહરણનો પ્રયાસ
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. જાણે અસામાજિક તત્ત્વો અને લોકોને ખાખીનો ડર જ ના હોય તેમ કાયદો હાથમાં લેતા અચકાતાં નથી. ઈટાડી ગામની પરણિતાએ તેના પ્રેમી સાથે રહેવાની માગ કોર્ટમાં કરતા કોર્ટે પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું. યુવતી શામળાજી પોલીસના પ્રોટેક્શન સાથે સુનોખ ગામે જઇ રહી હતી ત્યારે શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક બે ઇકો àª
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. જાણે અસામાજિક તત્ત્વો અને લોકોને ખાખીનો ડર જ ના હોય તેમ કાયદો હાથમાં લેતા અચકાતાં નથી. ઈટાડી ગામની પરણિતાએ તેના પ્રેમી સાથે રહેવાની માગ કોર્ટમાં કરતા કોર્ટે પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું. યુવતી શામળાજી પોલીસના પ્રોટેક્શન સાથે સુનોખ ગામે જઇ રહી હતી ત્યારે શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક બે ઇકો કારમાં ધસી આવેલા લોકોએ ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ જીપને રોકી યુવતીના અપહરણનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કરતા ભારે ચકચાર મચી હતી.
પોલીસ જીપ પર હુમલો થતા વધુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જેથી બે ઇકો કાર અને બાઈક પર આવેલ ટોળું ફરાર થઇ ગયું હતું. શામળાજી પોલીસે ત્રણ શખ્સોને દબોચી લઇ 35થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડાના વાગોદાર ગામની યુવતી સુનોખ ગામના જ ભુપેન્દ્ર નવીનભાઈ તરાર સાથે પ્રેમમાં હોવાની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેમણે ઈટાડી ગામના ધવલ મુળાભાઈ પરમાર સાથે યુવતીના લગ્ન કરી દીધા હતા. જો કે લગ્ન પછી યુવતી ગુમ થઈ જતા આ અંગે યુવતીના પતિએ કોર્ટમાં ધા નાખી અરજી કરી હતી, જેથી પોલીસે ગુમ પરણિતાને શોધી કાઢી કોર્ટમાં રજુ કરી હતી.
કોર્ટમાં યુવતીએ પતિ સાથે રહેવાનો ઈન્કાર કરી તેના પ્રેમી સાથે રહેવા માગતી હોવાનું જણાવતા અને તેમને જીવનું જોખમ હોવાથી કોર્ટમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરતા કોર્ટે શામળાજી પોલીસને પરણીત યુવતીને તેના પ્રેમી સાથે સુનોખ ગામ સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો હતો.
પોલીસ પ્રેમી યુગલને જીપમાં સુનોખ મુકવા જઇ રહી હતી ત્યારે આશ્રમ ચોકડી નજીક બે ઇકો કારમાં ધસી આવેલા લોકોએ ફિલ્મી સ્ટાઈલમાં એક ઇકો કાર પોલીસ જીપ આગળ આડી કરી દઈ પાછળ થી અન્ય ઇકો કારે ટક્કર મારી હતી. બંને ઇકો કારમાંથી તથા બાઈક પર આવેલા શખ્સોએ સરકારી જીપમાં બેઠેલા પ્રેમી યુગલના અપહરણનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કરતા પોલીસે શામળાજી પોલીસ જાણ કરી હતી, જેથી વધુ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા અપહરણકારો ફરાર થઇ ગયા હતા. પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.
શામળાજી પોલીસે 35 લોકોના નામજોગ અને અન્ય 10 શખ્સો સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Advertisement