Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GCMMFમાં ચેરમેન પદે શામળજી પટેલ, વાઇસ ચેરમેન પદે વાલમજી હુંબલ બીન હરીફ ચૂંટાયા

રાજ્યના 18 ડેરી સંઘોનું પ્રતિનિધિત્વ કરતા GCMMFના ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે આજે બાકીના અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ હતી.  જેમાં શામળજી પટેલ ચેરમેન પદે જ્યારે વાલમજી હૂંબલ  વાઇસ ચેરમેન પદે બીન હરીફ ચૂંટાઇ આવ્યા હતા. 17 ડેરી સંઘોના ચેરમેન ઉપસ્થિત રહ્યાગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની અઢી વર્ષ ની મુદત પૂર્ણ થતાં આણંદ પ્રાંત અધિકારીની ખાસ ઉપસ્થિà
11:25 AM Jan 24, 2023 IST | Vipul Pandya
રાજ્યના 18 ડેરી સંઘોનું પ્રતિનિધિત્વ કરતા GCMMFના ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે આજે બાકીના અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ હતી.  જેમાં શામળજી પટેલ ચેરમેન પદે જ્યારે વાલમજી હૂંબલ  વાઇસ ચેરમેન પદે બીન હરીફ ચૂંટાઇ આવ્યા હતા. 

17 ડેરી સંઘોના ચેરમેન ઉપસ્થિત રહ્યા
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની અઢી વર્ષ ની મુદત પૂર્ણ થતાં આણંદ પ્રાંત અધિકારીની ખાસ ઉપસ્થિતિમાં આણંદ GCMMFના હેડ ક્વાર્ટર ખાતે બાકીના અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજ્યના 18 ડેરી સંઘો પૈકી 17 ડેરી સંઘોના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. 

બીન હરીફ વિજેતા બન્યા 
ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી ફેડરેશનની ચૂંટણીમાં ચેરમેન પદ માટે સાબર ડેરીના ચેરમેન શામળજી પટેલ જ્યારે વાઇસ ચેરમેન પદ માટે કચ્છ ડેરી ના ચેરમેન વલમજી હૂંબલે દાવેદારી નોંધાવી હતી ,ચૂંટણીમાં સામાપક્ષે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નહીં નોંધાવતા બાકીના અઢી વર્ષ માટે સર્વસંમતિથી શામળજી પટેલને  GCMMFના ચેરમેન પદે જ્યારે વાલમજી હૂંબલને વાઇસ ચેરમેન પદે બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.આ સાથે બાકીના અઢી વર્ષ માટે બન્ને હોદેદારોએ પશુપાલકોના હિતમાં કામ કરી ફેડરેશનના વાર્ષિક ટર્ન ઓવરને વધારવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે માત્ર એક-એકજ ઉમેદવારી પત્ર 
આ અંગે ચૂંટણી અધિકારી વિમલ બારોટે જણાવ્યુ હતુ કે,  જીસી એમએમએસ માં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે કલેકટર આણંદ દ્વારા મારી નિયુક્તિ કરવામાં આવી હતી. આજે નિયામક મંડળની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં જીસીએમએમએફના ચેરમેન તરીકે ફક્ત એક જ ઉમેદવારી પત્ર મળ્યું હતું. જે શામળભાઈ પટેલનું હતું. અન્ય કોઈ ઉમેદવારી પત્ર નહોતું મળ્યું, એટલા માટે શામળભાઈ પટેલને બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા. એવી જ રીતે વાઇસ ચેરમેનની ચૂંટણી દરમિયાન માત્ર વાલમજીભાઇનું ઉમેદવારી પત્ર મળ્યું હતું અને સામે બીજું કોઈ ઉમેદવારી પત્ર ન મળતા વલમજીભાઈ વાઈસ ચેરમેન પદે ચૂંટવામાં આવ્યા.
ખેડૂતો અને પશુપાલકોના હિતમાં કામ કરવાની કટિબદ્ધતા 
પુનઃ ચેરમેન પદે ચૂંટાઈ આવતા શામળ પટેલે જણાવ્યું કે,આજના પ્રસંગે ગુજરાતના પશુપાલકોની સારી રીતે તેમને લાભ મળે અને નરેન્દ્ર ભાઈનું સપનું છે કે ખેતીની આવક બમણી થાય પશુપાલકની પણ આવક બમણી થાય એ દિશામાં ફેડરેશનનો સંકલ્પ છે અને તે વિઝનથી ચાલશે અને આવનાર દિવસોમાં ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી ઓર્ગેનાઈઝ ખેતીથી અમૂલના મારફતે એનું પણ એક્સપોર્ટ કરી એનું વેચાણ કરી ગુજરાતના ખેડૂતોને પશુપાલકોને એનો લાભ મળવા માટે અમારું નિયામક મંડળ કટિબદ્ધ છે,અને એમાં અમે આગળ વધશું અને આગળના દિવસોમાં ફેડરેશનનું  એક લાખ કરોડ ટન ઓવર કરવા માટે અમે ફુલ મહેનત કરી અને ગુજરાતના પશુપાલક ની આવક બમણી થાય એ દિશામાં અમારી કામગીરી રહેશે અને તે દિશામાં અમારું વિઝન રહેશે.
આ પણ વાંચોઃ વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત શંકર ચૌધરી અંબાજી મંદિરના દર્શને

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ChairmanElectionGCMMFGujaratFirstShamaljiPatelViceChairman
Next Article