Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાઈડ ન આપ્યો તો એમ્પાયર તરફ બેટ લઇને દોડ્યો શાકિબ અલ હસન, Video

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને મેદાનમાં ક્યારે ગુસ્સો આવી જાય કોઇ ન કહી શકે. તમે શાકિબને મેદાનમાં એમ્પાયરના નિર્ણય પર ગુસ્સે થતા જોયો જ હશે, તેના ગુસ્સાના કારણે તેને ભૂતકાળ ઘણી વખત ઠપકો આપવામાં આવ્યો છે પરંતુ આજે પણ તે તેના વલણને સુધારી શક્યો નથી. નવાઈની વાત એ છે કે, તેણે આ પ્રકારનું ખરાબ વર્તન એકવાર ફરી કર્યું છે જેને લઇને તે હવે ચર્ચામાં આવ્યો છે
વાઈડ ન આપ્યો તો એમ્પાયર તરફ બેટ લઇને દોડ્યો શાકિબ અલ હસન  video
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને મેદાનમાં ક્યારે ગુસ્સો આવી જાય કોઇ ન કહી શકે. તમે શાકિબને મેદાનમાં એમ્પાયરના નિર્ણય પર ગુસ્સે થતા જોયો જ હશે, તેના ગુસ્સાના કારણે તેને ભૂતકાળ ઘણી વખત ઠપકો આપવામાં આવ્યો છે પરંતુ આજે પણ તે તેના વલણને સુધારી શક્યો નથી. નવાઈની વાત એ છે કે, તેણે આ પ્રકારનું ખરાબ વર્તન એકવાર ફરી કર્યું છે જેને લઇને તે હવે ચર્ચામાં આવ્યો છે. જેનું તાજુ ઉદાહરણ બાંગ્લાદેશ પ્રીમિયર લીગની મેચમાં જોવા મળ્યું હતું.
મેદાનમાં એકવાર ફરી શાકિબે એમ્પાયર પર ઠાલવ્યો ગુસ્સો
વિશ્વ ક્રિકેટમાં શાકિબ અલ હસનની ગણતરી સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં થાય છે, પરંતુ મેદાન પર આ ખેલાડી ઘણીવાર પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષે પણ શાકિબ એમ્પાયર સાથે ખરાબ વર્તન કર્યા બાદ ફસાઈ ગયો હતો, ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ફરી એકવાર શાકિબ અલ હસન પોતાનો આપો ગુમાવી બેઠો છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ફોર્ચ્યુન બરીશાલ અને ખુલના ટાઈગર્સ વચ્ચેની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ની ત્રીજી મેચ દરમિયાન શાકિબ એમ્પાયર સાથે ઘર્ષણ કરતો જોવા મળ્યો હતો. એમ્પાયર દ્વારા બોલ વાઈડ ન આપવા માટે તે પોતાનો આપો ગુમાવી બેઠો હતો, જેના કારણે તે એમ્પાયર પર ભડકતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. 
Advertisement

વાઇડ ન આપ્યો તો એમ્પાયર સામે બૂમો પાડતો જોવા મળ્યો શાકિબ
આપને જણાવી દઇએ કે, બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) રમાઈ રહી છે. આ શ્રેણીમાં શાકિબ અલ હસન ફોર્ચ્યુન બરીશાલ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. વળી, 7 જાન્યુઆરીએ, ફોર્ચ્યુન બરીશાલ અને ખુલના ટાઈગર્સ વચ્ચેની મેચમાં, તે ફરી એકવાર એમ્પાયર સાથે ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં એવું બન્યું કે ફોર્ચ્યુન ટીમની ઈનિંગની 16મી ઓવરમાં એમ્પાયરે રેઝાઉર રહેમાન રાજાની બોલને વાઈડ આપ્યો ન હતો. જેના કારણે તે ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયો. રહેમાને આ ઓવરમાં ધીમો બાઉન્સર ફેંક્યો, જે શાકિબને લાગ્યું કે તેના માથા ઉપરથી ગયો છે. પરંતુ એમ્પાયરે માન્યું નહીં અને તેના (શાકિબ હસન) બોલને માન્ય જાહેર કર્યો. શાકિબ એમ્પાયરના નિર્ણયથી બિલકુલ ખુશ ન હતો અને પોતાનો આપો ગુમાવી બેઠો હતો અને એમ્પાયર સામે બૂમો પાડતો જોવા મળ્યો હતો.
શાકિબની બોલાચાલી કેમેરામાં થઇ કેદ
એટલું જ નહીં બૂમો પાડ્યા બાદ તે એમ્પાયર પાસે ગયો અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેને ભડકતો જોઈને મુશફિકુર વચ્ચે આવ્યો અને કોઈક રીતે મામલો ઉકેલી નાખ્યો. જોકે, શાકિબની આ બોલાચાલી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.