Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શૈલેષ લોઢા પછી 'બબીતા ​​જી' શો છોડશે? મુનમુન દત્તાને આ રિયાલિટી શોની ઓફર મળી

શૈલેષ લોઢાએ તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દીધો છે.  સાથે જ તે  હવે બીજા શોમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે બબીતા​​જીનો રોલ કરનાર મુનમુન દત્તા પણ હવે આ શોને અલવિદા કહેવા જઈ રહી છે.'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકોને ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે ખબર પડી કે શૈલેષ લોઢા શો છોડી રહ્યા છે. 'તારક મહેતા'ના દરેક પાત્રે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ પહેલાં દયા
શૈલેષ લોઢા પછી  બબીતા ​​જી  શો છોડશે  મુનમુન દત્તાને આ રિયાલિટી શોની ઓફર મળી
શૈલેષ લોઢાએ તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દીધો છે.  સાથે જ તે  હવે બીજા શોમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે બબીતા​​જીનો રોલ કરનાર મુનમુન દત્તા પણ હવે આ શોને અલવિદા કહેવા જઈ રહી છે.'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકોને ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે ખબર પડી કે શૈલેષ લોઢા શો છોડી રહ્યા છે. 'તારક મહેતા'ના દરેક પાત્રે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ પહેલાં દયા ભાભીનો રોલ કરનાર દિશા વાકાણી પણ પ્રેગનેન્સી લીવ બાદ લાંબા સમય પછી પણ આ શોમાં પરત ફરી નથી. તે અંગે પણ ઘણાં તર્ક વિતર્કો સર્જાયા હતાં. આવી સ્થિતિમાં કોઈપણ કલાકાર શો છોડી દે છે ત્યારે ચાહકો નિરાશ થઈ જાય છે. એવા અહેવાલો છે કે શૈલેષ અને નિર્માતા વચ્ચે અણબનાવ થયો હતો. જોકે, હજુ સુધી બંનેમાંથી કોઈએ આ વિશે ખૂલીને કંઈ કહ્યું નથી. 'તારક મહેતા' છોડ્યા બાદ શૈલેષ લોઢા શેમારુ ટીવી પર 'વાહ ભાઈ વાહ' શો કરવા જઈ રહ્યા છે. તેનું ટીઝર પણ સામે આવ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે આ સિરિયલને વધુ એક ઝટકો લાગશે. એવા અહેવાલો છે કે બબીતાજી એટલે કે મુનમુન દત્તા પણ શોને અલવિદા કહેવા જઈ રહી છે.

'બિગ બોસ OTT'ની ઓફર મળી
મુનમુન દત્તા વિશે ભૂતકાળમાં ઘણી વખત એવી અટકળો લગાવવામાં આવી હતી કે તે શો છોડવા જઈ રહી છે પરંતુ તેણે દરેક વખતે આ વિશે ઈન્કાર કર્યો હતો. હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 'બિગ બોસ ઓટીટી' સીઝન 2 માટે નિર્માતાઓ દ્વારા મુનમુન દત્તાનો સંપર્ક કરવામાં આવ્યો છે. શો માટે સ્પર્ધકોની શોધ ચાલુ થઇ ગઇ છે. મુનમુન દત્તા 'બિગ બોસ ઓટીટી'માં ભાગ લેશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી પરંતુ જો આવું થશે તો તારક મહેતા શોના નિર્માતાઓ અને ચાહકો ચોક્કસ નિરાશ થશે.
મુનમુન 'બિગ બોસ 14'માં પણ જોવા મળી હતી
 આ પહેલાં મુનમુન દત્તા 'બિગ બસ 15'માં પણ ચેલેન્જર તરીકે જોવા મળી હતી. સુરભી ચાંદના, આકાંક્ષા પુરી અને વિશાલ પુરી ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક માટે તેમની સાથે હતા. જો મુનમુન 'બિગ બોસ ઓટીટી' કરે છે કે કેમ તે ટૂંક સમયમાં કન્ફર્મ થઈ જશે. 
Advertisement
Tags :
Advertisement

.