Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ કરી રહ્યા છે શાહિદ કપૂર, 'જર્સી'ના નિર્માતા સાથે મિલાવ્યો હાથ

શાહિદ કપૂર (Shahid Kapoor)ની વેબ સિરીઝ ફરઝી 10 ફેબ્રુઆરીએ OTT પર રિલીઝ થઈ છે. લોકોને આ સીરિઝ ખૂબ જ પસંદ આવી રહી છે. શાહિદ કપૂરે (Shahid Kapoor) આ સિરીઝ દ્વારા OTT પર ડેબ્યૂ કર્યું છે. આ સિરીઝમાં અભિનેતાના ડાયલોગ્સ, લુક અને સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. પરંતુ આ શ્રેણીને અપેક્ષા મુજબની સફળતા મળી નથી. જોકે હવે શાહિદ કપૂરે જર્સીના નિર્માતા અમન ગિલ (Aman Gill)સાથે બીજી ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે.મીડિયા રિપોર્à
03:21 AM Feb 14, 2023 IST | Vipul Pandya
શાહિદ કપૂર (Shahid Kapoor)ની વેબ સિરીઝ ફરઝી 10 ફેબ્રુઆરીએ OTT પર રિલીઝ થઈ છે. લોકોને આ સીરિઝ ખૂબ જ પસંદ આવી રહી છે. શાહિદ કપૂરે (Shahid Kapoor) આ સિરીઝ દ્વારા OTT પર ડેબ્યૂ કર્યું છે. આ સિરીઝમાં અભિનેતાના ડાયલોગ્સ, લુક અને સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. પરંતુ આ શ્રેણીને અપેક્ષા મુજબની સફળતા મળી નથી. જોકે હવે શાહિદ કપૂરે જર્સીના નિર્માતા અમન ગિલ (Aman Gill)સાથે બીજી ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ કપૂર Shahid Kapoor) અને અમન ગિલ (Aman Gill) ફરી એકવાર બીજા પ્રોજેક્ટ માટે સાથે આવી રહ્યા છે. આ ફિલ્મ વાસ્તવિક જીવનની વાર્તા પર આધારિત હશે. મેકર્સે આ ફિલ્મને લઈને પ્રી-પ્રોડક્શન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં ફિલ્મ સાથે જોડાયેલી આટલી જ માહિતી સામે આવી છે. અત્યારે ન તો શાહિદ કપૂરે આ વિશે કશું કહ્યું કે ન તો મેકર્સે.

આ ફિલ્મ સિવાય જો શાહિદ કપૂરની વેબ સિરીઝ ફરઝીની વાત કરીએ તો શાહિદ સિવાય વિજય સેતુપતિ પણ મહત્વના રોલમાં જોવા મળ્યા છે. આ શ્રેણીમાં શાહિદ નકલી નોટોનો કલાકાર બની ગયો છે અને તે વિજય સેતુપતિ સાથે સ્પર્ધા કરી રહ્યો છે. આટલું જ નહીં, આ સિરીઝથી ધ ફેમિલી મેનનું કનેક્શન પણ સામે આવ્યું છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ધ ફેમિલી મેનની સીઝન 3 પણ આ વર્ષે રિલીઝ થઈ શકે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર પાસે અલી અબ્બાસ ઝફર (Ali Abbas Zafar)ની બ્લડી ડેડી પણ છે. તમને જણાવી દઈએ કે બ્લડી ડેડી 2011ની ફ્રેન્ચ ફિલ્મ 'ન્યૂટ બ્લેન્ચે' (સ્લીપલેસ નાઇટ)નું સત્તાવાર રૂપાંતરણ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અલી અબ્બાસે કહ્યું હતું કે તેની કારકિર્દીમાં પહેલીવાર શાહિદને અલગ એક્શન જોનરમાં જોવા માટે તે સૌથી વધુ ઉત્સાહિત છે.

આ પણ વાંચો - એક સમયે Show ને છોડવાની વાત કહેનાર રેપર MC Stan થયો Bigg Boss 16 નો વિનર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BollywoodGujaratFirstJerseyMakingaFilmBasedProducerProducerofJerseyRealLifeShahidKapoor
Next Article