Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાહિદ કપૂરનો દમદાર અભિનય ચોક્ક્સ તમારું દિલ જીતશે

કબીર સિંહની સુપર સક્સેસ પછી ફરી એકવાર શાહિદ કપૂર દર્શકોનું મનોરંજન કરવા માટે જર્સી પહેરીને સિનેમાઘરોમાં આવ્યો છે. સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં શાહિદનો રોલ દમદાર લાગે છે. સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં શાહિદનું કામ જબરદસ્ત છે. જર્સીની વાર્તા તે 99 લોકોને સમર્પિત છે જેની વાર્તા ક્યાંય કોઇએ સાંભળી નથીઆપણે પુસ્તકો અને ફિલ્મોમાં એવા ઘણાં લોકોની વાર્તાઓ વારંવાર વાંચી અને જોઈ હશે, જેમણે પà
શાહિદ કપૂરનો દમદાર અભિનય ચોક્ક્સ તમારું દિલ જીતશે
કબીર સિંહની સુપર સક્સેસ પછી ફરી એકવાર શાહિદ કપૂર દર્શકોનું મનોરંજન કરવા માટે જર્સી પહેરીને સિનેમાઘરોમાં આવ્યો છે. સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં શાહિદનો રોલ દમદાર લાગે છે. સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં શાહિદનું કામ જબરદસ્ત છે. 

જર્સીની વાર્તા તે 99 લોકોને સમર્પિત છે જેની વાર્તા ક્યાંય કોઇએ સાંભળી નથી
આપણે પુસ્તકો અને ફિલ્મોમાં એવા ઘણાં લોકોની વાર્તાઓ વારંવાર વાંચી અને જોઈ હશે, જેમણે પોતાના જીવનમાં સફળતાના શિખરો સર કર્યા છે. સોમાંથી આવી એક વ્યક્તિ હોય છે, જેને જીવનમાં પોતાનો ઉદેશ્ય સુધી પહોંચવામાં સફળતા મળે છે, પરંતુ જર્સીની વાર્તા એ 99 લોકોને સમર્પિત છે જેની વાર્તા ક્યાંય કોઇએ સાંભળી નથી કે તેમની નોંધ લેવાઇ નથી. જર્સી ચંડીગઢના રણજી સ્ટાર ક્રિકેટર અર્જુન તલવાર (શાહિદ કપૂર)ની કારકિર્દીની સફર પર આધારિત છે. આ ફિલ્મ સાઉથ સુપરસ્ટાર નાની સ્ટારર જર્સી (તેલુગુ)ની હિન્દી રિમેક છે. ફિલ્મના હિન્દી નિર્દેશનની જવાબદારી પણ મૂળ દિગ્દર્શક ગૌતમ તિન્નાનુરીએ હતાં..મૂળ નિર્દેશક ગૌતમ તિન્નાનુરીએ પોતેજ ફિલ્મના હિન્દી  રીમેકની જવાબદારી સંભાળી છે.
વાર્તા એ દિલ જીત્યું
તેના શહેરમાં લોકપ્રિય રણજી સ્ટાર અર્જુન તલવાર ભારતીય ટીમમાં પસંદગી ન પામવાના કારણે, 26 વર્ષની ઉંમરે, તેણે ક્રિકેટમાં તેની ટોચની કારકિર્દી છોડવાનો નિર્ણય કરે છે. અર્જુન અને તેની પત્ની હવે સરકારી નોકરી કરે છે. અર્જુન તેના પરિવારના સભ્યો પત્ની વિદ્યા (મૃણાલ ઠાકુર) અને પુત્ર કિટ્ટુ (રોનિત કામરા)ની જવાબદારી સંભાળે છે. દરમિયાન ખોટા કેસને કારણે અર્જુને નોકરી ગુમાવવાનો વારો આવે છે.હવે ઘરની તમામ જવાબદારી તેની પત્ની વિદ્યા પર છે, જે એક હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. પૈસાની તંગી અને અર્જુનની બેદરકારી તેમના પારિવારિક સંબંધોમાં અંતર લાવે છે .જો કે, આ દરમિયાન અર્જુન તેના પુત્રની ખૂબ નજીક આવે છે. પુત્રની નજરમાં સારા પિતા બનવાના તમામ પ્રયાસો કરે છે.

દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે 500 રૂપિયા પણ નથી
વાર્તા ત્યારે એક નવો વળાંક લે છે જ્યારે પુત્ર કિટ્ટુ તેના જન્મદિવસ પર પોતાના પિતા પાસેથી જર્સીની માંગણી કરે છે. અને અર્જુન પાસે તેના દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે 500 રૂપિયા પણ નથી. પુત્રની નજરમાં હારી જવાના ડરથી અર્જુન ક્રિકેટમાં તેની દસ વર્ષની લાંબી કારકિર્દીમાં પાછો ફરે છે. જો કે, 36 વર્ષની ઉંમરે અર્જુન ક્રિકેટર બનવાનું સપનું સાકાર કરી શકે છે કે કેમ અને તેના પુત્રને જર્સી અપાવી શકે છે કે નહીં આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 ફિલ્મનું મ્યુઝિક અને સિનેમોટોગ્રાફી ખૂબ સુંદર છે. સાથે જ શાહિદનો જર્સી લૂક સો ટકા તમારું દિલ જીતી લેશે. 
Advertisement
Tags :
Advertisement

.