Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાહિદ કપૂરની 'જર્સી' પર લાગ્યા ગંભીર આરોપ, આ છે રિલીઝ પોસ્ટ પોન થવાનું કારણ

શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. પહેલા મેકર્સે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખી હતી અને હવે ફિલ્મ પર સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પહેવાં રિલિઝ ડેટ ચેન્જ થઇ હવે આ ફિલ્મ  22 એપ્રિલે થિટેટરમાં રિલિઝ થશે. આ પહેલા  શાહિદ કપૂરની બહુચર્ચિત ફિલ્મ જર્સી અગાઉ 14 એપ્રિલે રિલીઝ થવાની હતી. કહેવાઇ રહ્યું હતું કે 13 અને 14 એપ્રિલે સાઉથની બે મોટી ફિલ્મો 'Beast (Raw)' અને 'KGF Chapte
શાહિદ કપૂરની  જર્સી  પર લાગ્યા ગંભીર આરોપ  આ છે રિલીઝ પોસ્ટ પોન થવાનું કારણ
શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. પહેલા મેકર્સે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખી હતી અને હવે ફિલ્મ પર સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પહેવાં રિલિઝ ડેટ ચેન્જ થઇ હવે આ ફિલ્મ  22 એપ્રિલે થિટેટરમાં રિલિઝ થશે. આ પહેલા  શાહિદ કપૂરની બહુચર્ચિત ફિલ્મ જર્સી અગાઉ 14 એપ્રિલે રિલીઝ થવાની હતી. કહેવાઇ રહ્યું હતું કે 13 અને 14 એપ્રિલે સાઉથની બે મોટી ફિલ્મો 'Beast (Raw)' અને 'KGF Chapter 2' રીલિઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મેકર્સે શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મની રિલીઝ ડેટ બદલી દીધી છે.
Advertisement


આ છે રિલિઝ ડેટ ચેન્જનું સાચું કારણ
જો કે  હવે અભિનેતા શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' મુશ્કેલીમાં ઘેરાતી હોય તેમ લાગી રહ્યું છે.14 એપ્રિલે રિલીઝ થનાર ફિલ્મ જર્સી હવે 22 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાનું કારણ બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મો વચ્ચેની ટક્કર હોવાનું કહેવાય છે. પરંતુ હવે અહેવાલ છે કે આ ફિલ્મ પર સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ એંગલ સામે આવ્યા બાદ ફિલ્મને મુલતવી રાખવાનું કદાચ આ અસલી કારણ જણાવવામાં આવી રહ્યું છે.
સ્ક્રિપ્ટ સાહિત્યચોરીનો આરોપ
મીડિયા અહેવાલો અનુસાર, લેખક રજનીશ જયસ્વાલે ફિલ્મ 'જર્સી' પર સાહિત્ય ચોરીનો આરોપ લગાવ્યો છે અને નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. લેખક કહે છે કે આ વાર્તા તેમની છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ચાગલા આ મામલે 11 એપ્રિલે સુનાવણી કરવાના છે. આજે સવારે જ ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શાહિદ કપૂરની ફિલ્મ જર્સીની રિલીઝ મોકૂફ રાખવાની જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કોરોના મહામારીને કારણે ફિલ્મ ઘણી વખત સ્થગિત કરવામાં આવી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, હવે દર્શકોએ આ ફિલ્મ માટે વધુ એક સપ્તાહ રાહ જોવી પડશે.આ ફિલ્મ જર્સી સાઉથની આ જ નામની ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરી દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. આમાં શાહિદ એક ક્રિકેટરનો રોલ કરી રહ્યો છે.  અભિનેત્રી મૃણાલ તેની પત્નીના રોલમાં જોવા મળશે.
Tags :
Advertisement

.