“અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ !
વસંતપંચમીના બીજા દિવસે સવારે જ આપણે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને ગુમાવ્યા. આખો દેશ આઘાતમાં હતો કારણ કે લતાજી એક એવા વ્યક્તિવિશેષ હતા કે જે તમામના પ્રિય હતા. તેમની અંતિમ વિદાય વખતે આખા દેશની આંખોમાં આંસુ હતા, અશ્રુભીની આંખે દેશવાસીઓએ, સમગ્ર સંગીતના ચાહકોએ તેમને વિદાય આપી. શિવાજી પાર્કમાં લતા દીદીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો. તેમના અંતિમ દર્શન માટે તેમના ચાહકો, તેમને à
03:05 PM Feb 07, 2022 IST
|
Vipul Pandya
વસંતપંચમીના બીજા દિવસે સવારે જ આપણે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને ગુમાવ્યા. આખો દેશ આઘાતમાં હતો કારણ કે લતાજી એક એવા વ્યક્તિવિશેષ હતા કે જે તમામના પ્રિય હતા. તેમની અંતિમ વિદાય વખતે આખા દેશની આંખોમાં આંસુ હતા, અશ્રુભીની આંખે દેશવાસીઓએ, સમગ્ર સંગીતના ચાહકોએ તેમને વિદાય આપી. શિવાજી પાર્કમાં લતા દીદીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો. તેમના અંતિમ દર્શન માટે તેમના ચાહકો, તેમને પ્રેમ કરનાર, તેમને આદર આપતા અનેક લોકો પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીથી લઇને પરિવારના સભ્યો, અભિનેતાઓથી લઇને રાજનેતાઓ, તેમના ચાહકો - અભિભાવકો શિવાજી પાર્ક દોડી આવ્યા હતા.
એક તસવીર આવી ચર્ચામાં
લતાજીને તેમના જીવન દરમિયાન કરોડો લોકોનો પ્રેમ મળ્યો. તેમને લાસ્ટ ટ્રીબ્યુટ આપવા જાણીતા લોકોનું પહોંચવું ખુબ સ્વાભાવિક હતુ. ઘણા લાંબા સમયથી ન જોવા મળેલા અભિનેતા શાહરૂખ ખાન પણ તેમની મેનેજર પુજા દદલાણી સાથે લતાદીદીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. લતાદીદીના અંતિમ દર્શન કરતા શાહરૂખ અને તેમના મેનેજરની એક તસવીરે ખુબ ધ્યાન ખેંચ્યુ. શાહરૂખ દુવા પઢતા હતા અને તેમની મેનેજર પુજા હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા હતા. બન્ને વ્યક્તિઓ પોત પોતાના ધર્મની રીત મુજબ, પોતપોતાની આસ્થા મુજબ લતાદીદીને અંતિમ વિદાય આપી રહ્યા હતા.
જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટી
અનેક લોકોએ શાહરૂખની આ તસવીર શેર કરી. અનેક લોકોએ આ તસવીર શેર કરતા લખ્યું કે, 'આ છે સાચુ ભારત'. કોઇકે લખ્યું, 'આવા દ્રશ્યો માત્ર ભારતમાં જ જોવા મળે છે', કેટલાકે પ્રેમની ઇમોજી સાથે આ તસવીરને શેર કરી.
સિક્કાની બીજી બાજુ હંમેશા હોય જ છે તેમ આ તસવીરની સાથે અનેક લોકોએ સવાલ પણ ઉપસ્થીત કર્યા. શાહરૂખ ખાન તેમના ધર્મ મુજબ અંતિમ દર્શન વખતે ફાતેહા પઢ્યા અને ફૂંક મારી. જે મુસ્લીમ ધર્મની સંસ્કૃતિમાં આવે છે. એવું માને છે મુસ્લીમો, કે આમ કરવાથી તેમની અંતિમ સફર આસાન થઇ જાય તેવી તેમના દ્વારા દુઆ પઢવામાં આવે છે. શાહરૂખ પણ તેમજ કરી રહ્યા હતા અને તે દ્રશ્યોને જોઇને કેટલાક લોકોએ એવો સવાલ કર્યો કે, 'શું શાહરૂખ થુંક્યો ?' જોકે આ સવાલ ઉભો કરનારા લોકો સાથે કેટલાક લોકો સંમત થયા તો કેટલાક લોકોએ તેમનો વિરોધ પણ કર્યો.
દ્રષ્ટિ કેમ બદલાઇ રહી છે ?
ઘણા લોકો કહી રહ્યા છે કે આ કેવી વિચારધારા છે કે જે માત્ર ધર્મના ચશ્મા પહેરીને જ જોવે છે. આ વૈમનસ્યની લાગણી ફેલાવનારાની માનસિક દશાને લઇને પણ પ્રશ્નો ઉપસ્થિત થવા સ્વાભાવિક છે. આપણા દેશનું બંધારણ, આપણા દેશની સંસ્કૃતિ પ્રેમ શીખવે છે અને અન્યોનું સન્માન અને અન્ય ધર્મનું સન્માન શીખવે છે. આપણો દેશ સર્વધર્મ સમભાવમાં માનનારો દેશ છે. તો આ નફરત કેવી રીતે આપણી વચ્ચે આવી ગઇ તે વિચારવાની જરૂરિયાત છે.
સંગીત એ તમામનું છે !
સંગીતની કોઇ જાતિ હોતી નથી, સંગીતનો કોઇ ધર્મ હોતો નથી. સંગીત એ પોતાનામાં જ એક ઇશ્વરીય ઇબાદત છે. લતાદીદી સ્વર સામ્રાજ્ઞી હતા એ સદાય તમામ લોકોના હ્રદયમાં રહેવાના છે તો એમની અંતિમ વિદાયને આવા વાડામાં ચર્ચવી કેવી રીતે યોગ્ય કહેવાય ?
કયા ધર્મમાં માનવું, કોના પ્રત્યે આસ્થા રાખવી એ દરેકની વ્યક્તિગત બાબત છે, પણ હું જે માનુ એ શ્રેષ્ઠ અને અન્ય ખરાબ આ માનસિકતા કેવી રીતે યોગ્ય? જ્યાં ધર્મ હોય ત્યાં કટ્ટરતાને અવકાશ નથી, જ્યાં કટ્ટરતા હોય ત્યાં ધર્મ હોઇ જ ના શકે.
અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ
લતાદીદીએ બધા જ પ્રકારના ગીતો ગાયા છે. ભજન પણ અને કવ્વાલી પણ. તેમણે અલ્લાહને પણ ભજ્યા છે તો ઇશ્વરને પણ પૂજ્યા છે તેમના ગીતો મારફતે. ધર્મના વાડામાં માણસજાતને કે તેની શ્રધ્ધાને ન મૂલવો.
તેમના ગીતની જ એક પંક્તિથી આજની વાતને સંપન્ન કરીએ,
“ અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ ,
સબકો સન્મતિ દે ભગવાન “
Next Article