Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નયનતારાના લગ્નમાં ટ્રોલ થઈ રહ્યો છે શાહરૂખ ખાન, જાણો શું છે કારણ?

શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ જવાન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે નયનતારા લીડ રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ નયનતારા અને વિગ્નેશ સિવનના લગ્ન થયા હતાં જેમાં શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. આ લગ્નમા શાહરુખનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેના પર નેટિજન્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. અભિનેત્રી નયનતારાના લગ્નમાં પહોંચ્યો કિંગ ખાનશાહરૂખ ખાન હાલમાં જ તેની આગામી ફિલ્મ જવાનમાં તેની લીડ અભિàª
11:46 AM Jun 10, 2022 IST | Vipul Pandya
શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ જવાન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે નયનતારા લીડ રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ નયનતારા અને વિગ્નેશ સિવનના લગ્ન થયા હતાં જેમાં શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. આ લગ્નમા શાહરુખનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેના પર નેટિજન્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. 

અભિનેત્રી નયનતારાના લગ્નમાં પહોંચ્યો કિંગ ખાન
શાહરૂખ ખાન હાલમાં જ તેની આગામી ફિલ્મ જવાનમાં તેની લીડ અભિનેત્રી નયનતારાના લગ્નમાં પહોંચ્યો હતો. આ દરમિયાન શાહરૂખનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. શાહરૂખને ટ્રેડિશનલ લુકમાં જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. જો કે આ ફોટો વાયરલ થયાના થોડા સમય બાદ શાહરૂખ ખાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. 

કોવિડ 2 દિવસ પહેલા થયો હતો અને આટલી ઝડપથી સાજો
શાહરુખને ટ્રોલ થવા પાછળનું કારણ કોવિડમાંથી તેની ઝડપી રિકવરી હતી. ખરેખર, તાજેતરમાં જ શાહરૂખે તેની ફિલ્મ જવાનનું ટીઝર શેર કર્યું છે. આ સમાચાર આવ્યા બાદ સમાચાર હતાં કે શાહરૂખને કોવિડ થયો છે, તો હવે જ્યારે શાહરૂખ લગ્નમાં જોવા મળ્યો હતો, ત્યારે યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે શાહરૂખ આટલી ઝડપથી કોવિડમાંથી સાજો કેવી રીતે થયો. યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે કોવિડ 2 દિવસ પહેલા થયો હતો અને આટલી ઝડપથી સાજો થઈ ગયો. તો કોઈએ કમેન્ટ કરી કે, શું તે કોવિડ છે કે એસિડિટી જે આટલી ઝડપથી ઠીક થઈ ગઈ. જો કે શાહરૂખના ફેન્સ આ ફોટો જોઈને ઘણા ખુશ થયા હતા અને તેઓ કોમેન્ટ કરી રહ્યા હતા કે કિંગ ખાન ઇઝ બેક.
 
જવાનનું ટિઝર રિલિઝ કરાયું હતું 
શાહરૂખ ખાને થોડા દિવસો પહેલા તેની આગામી ફિલ્મ જવાનનું ટીઝર અને પોસ્ટર શેર કર્યું હતું. જેમાં જોવા મળ્યું હતું કે શાહરૂખના ચહેરા પર ઘણી પટ્ટીઓ છે અને તેને ઘણી ઈજા પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરૂખ સાથે નયનતારા લીડ રોલમાં છે. એટલી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. 
 અન્ય આ 2 ફિલ્મોમાં પણ શાહરુખ જોવા મળશે
બાય ધ વે, આ ફિલ્મ સિવાય શાહરૂખ પાસે 2 ફિલ્મો રિલિઝ માટે તૈયાર છે. તે પઠાણ અને ડંકીમાં જોવા મળશે. પઠાણમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ડંકી છે, આ ફિલ્મમાં શાહરૂખની સાથે તાપસી પન્નુ લીડ રોલમાં છે.
Shah Rukh Khan, NayantharaJawan
Tags :
BollywoodNewsGujaratFirstkingkhantrollNayantaravigneshmarrigesahrukhkhanSocialmedia
Next Article