Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને કસ્ટમે એરપોર્ટ પર રોક્યા, કસ્ટમ ડ્યૂટી ભર્યા વિના લવાઈ હતી આ વસ્તુ

બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાન (Shahrukh Khan) અને તેમની ટીમને મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર કસ્ટમ વિભાગે શુક્રવારે મોડી રાત્રે રોકી લીધાં. લગભગ એક કલાકની પુછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પુજા દદલાની તો એરપોર્ટ પરથી નિકળતા જોવા મળ્યા પણ કિંગખાનના બોડીગાર્ડ રવિ અને ટીમને કસ્ટમે પકડ્યા હતા.દુબઈ એક ઈવેન્ટમાં ગયા હતાશાહરૂખ ખાન (Shahrukh Khan) પોતાની ટીમ સાથે પ્રાઈવેટ ચાર્ટરથી દુબઈ એક ઈવેન્ટમાં સામેલ
બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને કસ્ટમે એરપોર્ટ પર રોક્યા  કસ્ટમ ડ્યૂટી ભર્યા વિના લવાઈ હતી આ વસ્તુ
બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાન (Shahrukh Khan) અને તેમની ટીમને મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર કસ્ટમ વિભાગે શુક્રવારે મોડી રાત્રે રોકી લીધાં. લગભગ એક કલાકની પુછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પુજા દદલાની તો એરપોર્ટ પરથી નિકળતા જોવા મળ્યા પણ કિંગખાનના બોડીગાર્ડ રવિ અને ટીમને કસ્ટમે પકડ્યા હતા.
દુબઈ એક ઈવેન્ટમાં ગયા હતા
શાહરૂખ ખાન (Shahrukh Khan) પોતાની ટીમ સાથે પ્રાઈવેટ ચાર્ટરથી દુબઈ એક ઈવેન્ટમાં સામેલ થવા ગયા હતા. આ પ્રાઈવેટ ચાર્ટરથી ગત રાત્રે 12.30 કલાકે તેઓ મુંબઈ પરત ફર્યા હતા. રેડ ચેનલ પાર કરતા સમયે કસ્ટમે શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી લાખો રૂપિયાની કિંમતની ઘડિયાળ મળી હતી. જે બાદ તેમને અટકાવવામાં આવ્યા હતા અને બેગની તપાસ કરવામાં આવી.
મોડી રાતે અટકાવ્યા, કલાક સુધી પ્રક્રિયા ચાલી
ચેકિંગ દરમિયાન બેગમાં અનેક મોંઘી ઘડિયાળ તથા સાથે જ ઘણી ખાલી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા. કસ્ટમે વિભાગે આ ઘડિયાળની કિંમત આંકી તો તેના પર રૂ. 17,56,500ની કસ્ટમ ડ્યૂટી થઈ. જે બાદ આ કરોડોની કિંમતની ઘડિયાળ પર લાખો રૂપિયાના ટેક્સની વાત આવી તો કલાક ચાલેલી પ્રક્રિયા બાદ શાહરૂખ ખાન અને પુજા દદલાનીને એરપોર્ટ પરથી જવા દેવામાં આવ્યા પણ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવી અને ટીમના અન્ય સભ્યોને રોકી લેવામાં આવ્યા હતા. જ્યારે શાહરૂખ ખાનની ટીમે જણાવ્યું કે, જેટલી ઘડિયાળ અને બોક્સ છે તેની કિંમત લગભગ 18 લાખ છે. બીલ ચકાસીને તેમને 6.83 લાખ કસ્ટમ ડ્યૂટી ભરવા માટે કહેવામાં આવ્યું છે.
શાહરૂખના બોડીગાર્ડનો સવારે 8 વાગ્યે છૂટકારો થયો
શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિએ 6.83 લાખ રૂપિયા કસ્ટમ ચુકવ્યો છે. જેનુ બીલ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિના નામે બન્યું છે. જોકે સુત્રો પ્રમાણે આ પૈસા શાહરૂખખાનના ક્રેડિટ કાર્ડમાંથી ચૂકવવામાં આવ્યા છે. કસ્ટમના અસિસ્ટેંટ કમિશ્નર પુગલ અને યુદ્ધવીર યાદવે સમગ્ર કાર્યવાહી કરી. જે બાદ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિનો સવારે 8 વાગ્યે છૂટકારો થયો.
Advertisement
Tags :
Advertisement

.