હવે વર્ચ્યુઅલ દુનિયામાં પણ રેપ અને યૌન ઉત્પીડન, મેટાવર્સની એપમાં 21 વર્ષીય યુવતી સાથે ‘વર્ચ્યુઅલ દુષ્કર્મ’
વાસ્તવિક દુનિયામાં આપણે દરરોજ મહિલાઓના રેપ અને યૌન ઉત્પીડન વિશે સાંભળીએ છીએ. ત્યારે હવે વર્ચ્યુલ દુનિયામાં પણ આ પ્રકારની ઘટના બનવા લાગી છે. તાજેતરમાં જ એક યુવતી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે મેટાવર્સની વર્ચ્યુઅલ દુનિયામાં તેના અવતાર સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. યુવતિએ એવું પણ કહ્યું કે જ્યારે તેના પર વર્ચ્યુઅલી દુષ્કર્મ થઇ રહ્યું હતું ત્યારે અન્ય એક અવતાર ત્યાં બાજુ
વાસ્તવિક દુનિયામાં આપણે દરરોજ મહિલાઓના રેપ અને યૌન ઉત્પીડન વિશે સાંભળીએ છીએ. ત્યારે હવે વર્ચ્યુલ દુનિયામાં પણ આ પ્રકારની ઘટના બનવા લાગી છે. તાજેતરમાં જ એક યુવતી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે મેટાવર્સની વર્ચ્યુઅલ દુનિયામાં તેના અવતાર સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. યુવતિએ એવું પણ કહ્યું કે જ્યારે તેના પર વર્ચ્યુઅલી દુષ્કર્મ થઇ રહ્યું હતું ત્યારે અન્ય એક અવતાર ત્યાં બાજુમાં હતો. જે આ ઘટનાને જોતો હતો અને વોડકાની બોટલ વહેંચતો હતો.
વર્ચ્યુઅલ વર્લ્ડમાં પ્રવેશના એક કલાકમાં દુષ્કર્મ
મીડિયામાં આ સમાચાર સામે આવ્યા બાદ આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે SumOfUs નામના એક એનજીઓ દ્વારા આ 21 વર્ષીય યુવતીને સંશોધન માટે વર્ચ્યુઅલ દુનિયામાં મોકલવામાં આવી હતી. યુવતીએ Metaverseની Horizon Worlds Appના માધ્યમથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં પ્રવેશ કર્યો હતો. પ્રેવશ કર્યાના એક કલાકની અંદર જ એક અજાણ્યા યુઝરના અવતાર દ્વારા યુવતીના અવતારનું યૌન ઉત્પીડન શરુ કરાયું. યુવતીએ આ વિશે કહ્યું કે આ બધું ઝડપથી બની ગયું. ભલે આ બધું મારા વર્ચ્યુઅલ અવતાર સાથે થતું હોય, પરંતુ મને એવું લાગતું હતું કે જાણે મારી સાથે જ થઇ રહ્યું છે.
Metaverseનું આ વિશે શું કહેવું છે?
મીડિયા સાથે વાત કરતા Metaverseના એક પ્રવક્તાએ કહ્યું કે આ યુવતીએ અમારું જે સેફ્ટી ટૂલ્સ છે કે જે ડિફોલ્ટમાં શરુ જ હોય છે, તેને એક્ટિવેટ નહીં કર્યુ હોય. આ ટૂલ્સ વડે અજાણ્યા લોકો અથવા તો ફ્રેન્ડ લિસ્ટ બહારના લોકોને નજીક આવતા રોકી શકાય છે. આ સેફ્ટી ટૂલ પર્સનલ બાઉન્ડ્રી તરીકે પણ ઓળખાય છે. Horizon Worlds Appમાં પર્સનલ બાઉન્ડ્રી એટલે કે ફ્રેન્ડ લિસ્ટ બહારના લોકો તમારા અવતારથી 4 ફૂટ દૂર રહે છે. અમે તમામ લોકોને આ સેફ્ટી ટૂલ્સ શરુ રાખવાની ભલામણ કરીએ છીએ. આ સિવાય બીજા સિક્યુરિટી ફીચર્સ પર પણ કામ થઇ રહ્યું છે.
Horizon Worlds App શું છે?
મેટા એટલે કે પહેલાની ફેસબૂક કંપની, કે જેની માલિકી માર્ક ઝકરબર્ગ ધરાવે છે. આ મેટાએ ગત ડિસેમ્બર મહિનમાં આ Horizon Worlds App લોન્ચ કરી હતી. જેની અંદર લોકો પોતાના વર્ચ્યુઅલ અવતાર વડે પ્રવેશ કરી શકે છે. એપની અંદર તમે તમારા મિત્રો અને અન્ય લોકો સાથે મળીને રમી શકો છો, ફરી શકો છો. આ એપ પાછળ માર્ક ઝકરબર્ગનું લક્ષ્ય એક સમાંતર વર્ચ્યુઅલ વર્લ્ડ તૈયાર કરવાનું છે. ખાસ કરીને ફેસબૂકને એક મેટાવર્સમાં ટ્રાન્સફોર્મ કરવાનો ઉદ્દેશ છે. જ્યારે પણ કોઈ મેટાવર્સમાં સાઇન ઇન કરે છે, ત્યારે તે ઓનલાઈન દુનિયામાં પ્રવેશ કરે છે. જ્યાં વપરાશકર્તાઓના વર્ચ્યુઅલ પાત્રો (અવતાર) મળે છે અને વાતચીત કરે છે.
મેટાવર્સ સંપૂર્ણપણે એક વર્ચ્યુઅલ વિશ્વ છે, પરંતુ આપણી વાસ્તવિક દુનિયામાં જે થાય છે તે બધું તેમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સેફ્ટી ફીચર્સ પર સવાલો ઉઠી રહ્યા છે. થોડા સમય પહેલા લંડનમાં રહેતી એક મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે મેટાવર્સમાં જોડાયાની 60 સેકન્ડની અંદર જ ત્યાંના કેટલાક યુઝર્સે સાથે મળીને તેના અવતારનું શારીરિક શોષણ કર્યું હતું.
Advertisement