ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે કચ્છમાં પાણીની તીવ્ર અછત,લોકોને હાલાકી
ઉનાળાની કાઝળાળ ગરમીનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યભરમાં પાણીની તીવ્ર અછત ઉભી થઇ છે અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. લોકોને પીવાનું પાણી પુરતું મળતું નથી. પાણી મેળવવા માટે લોકોને દુર દુર સુધી જવું પડે છે. ઉનાળાની પ્રખર ગરમી સમયે કચ્છ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે.લોડાઈ ગામની વસ્તી 6 હજાર 500ની છે.તેની સાથે 12 હજાર જેટલા પશુઓન
Advertisement
ઉનાળાની કાઝળાળ ગરમીનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યભરમાં પાણીની તીવ્ર અછત ઉભી થઇ છે અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. લોકોને પીવાનું પાણી પુરતું મળતું નથી. પાણી મેળવવા માટે લોકોને દુર દુર સુધી જવું પડે છે.
ઉનાળાની પ્રખર ગરમી સમયે કચ્છ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે.લોડાઈ ગામની વસ્તી 6 હજાર 500ની છે.તેની સાથે 12 હજાર જેટલા પશુઓનો નિભાવ થાય છે.હાલ ગામમાં નર્મદાનું પાણી નિયમિત આવતું નથી. બીજી તરફ આ વિસ્તારના મોટાભાગના તળાવો અને ડેમ પણ સૂકાભઠ નજરે પડે છે..
તાજેતરમાં નાડાપા ગામના બોરની લાઇન ખરાબ થઈ જતા લોકો પાણી વિના ટળવળી રહ્યા છે.લોડાઈ ગ્રામ પંચાયતની હદમાં વાતરા, ઉમેદપર,કેશવનગર ગામનો સમાવેશ થાય છે ચાર ગામની વસ્તી 11000ની છે.આ વિસ્તારોમાં પશુઓ માટે પીવાનું પાણી પણ મળતું નથી તે પણ એક હકીકત છે.ગામના હવાડા ખાલીખમ છે. મૂંગા પશુઓ પણ ખાલી હવાડા જોઈને તરસ્યા જાય છે.
હાલમાં ગ્રામજનોને પીવાનું પાણી દૂર સુધી ભરવા જવું પડે છે. કેટલાક સ્થળોએ ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે ટેન્કરના 750 રુપિયા લોકોને આપવા પડે છે. અવારનવાર જવાબદારોને ગ્રામજનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે તેમ છતાં નિરાકરણ થતું નથી..સરકાર દ્વારા નલ સે જલ યોજના માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે પરંતુ અહીં તો માત્ર ઠાલા વચનો અપાયા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.સરકાર ગંભીર નહિ બને તો લોકોને પાણી વિના હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે.
પાણી એ લોકોના જીવન માટે પાયાની જરુરીયાત છે, છતાં અતંરિયાળ ગામોના લોકોને પાણી સહેલાઇથી ઉપલબ્ધ નથી. વર્ષોથી પાણીની સમસ્યાને હલ કરી શકાઇ નથી. રાજયના વિવિધ વિસ્તારોમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીની બુમ ઉઠી રહી છે. અંતરીયાળ વિસ્તારમાં પાણીની તીવ્ર સમસ્યા છે. પાણી માટે લોકોને ટળવળવું પડે છે.
રાજ્યમાં ઉનાળા દરમિયાન લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણીની બુમ પણ પડી રહી છે. રાજયના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની તીવ્ર સમસ્યા જોવા મળી રહી છે. લોકોને પીવાનું પાણી મેળવવા માટે દુર સુધી જવું પડે છે અને નલ સે જલ સહિતની યોજનાનો કોઇ જ લાભ લોકોને મળતો નથી.