હવે ટીબીના ગંભીર દર્દીઓને ઈન્જેક્શનથી મુક્તિ મળશે
દેશમાં ટીબીના ગંભીર દર્દીઓને ઈન્જેક્શનને બદલે વીડીક્યુલીન દવા આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. આ દવાથી હવે ટીબીના ગંભીર દર્દીઓ અને મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MDR)ના દર્દીઓને ઈન્જેક્શનના દર્દમાંથી રાહત મળશે.મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MDR) ધરાવતા દર્દીઓ જેમણે ટીબીની સારવાર શરૂ કર્યા પછી દવા બંધ કરવી પડે છે, તેઓ હવે ચાર મહિના સુધી સતત ઇન્જેક્શનના દર્દથી મુક્ત થશે. દર્દીઓ નવથી 11 મàª
Advertisement
દેશમાં ટીબીના ગંભીર દર્દીઓને ઈન્જેક્શનને બદલે વીડીક્યુલીન દવા આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. આ દવાથી હવે ટીબીના ગંભીર દર્દીઓ અને મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MDR)ના દર્દીઓને ઈન્જેક્શનના દર્દમાંથી રાહત મળશે.
મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MDR) ધરાવતા દર્દીઓ જેમણે ટીબીની સારવાર શરૂ કર્યા પછી દવા બંધ કરવી પડે છે, તેઓ હવે ચાર મહિના સુધી સતત ઇન્જેક્શનના દર્દથી મુક્ત થશે. દર્દીઓ નવથી 11 મહિના સુધી ઈન્જેક્શનની જગ્યાએ દવાઓ લેશે. ટ્યુબરક્યુલોસિસ ઓફિસર ડો.વિનોદ કુમારે જણાવ્યું કે, ટીબીના દર્દીઓને રોજેરોજના ઈન્જેક્શનને કારણે અસહ્ય દુખાવો થતો હતો, તેથી હવે માત્ર ખાદ્ય દવાથી દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. ટીબીની સારવાર વધુને વધુ અસરકારક અને ઓછી પીડાદાયક બનાવવામાં આવી રહી છે. વર્ષ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવા માટે કામ કરી રહ્યું છે. અત્યાર સુધી ટીબીના દર્દીઓને સતત ચારથી છ મહિના સુધી કાનામાસીનના ઈન્જેક્શન લેવા પડતા હતા.જે ઘણાં પીડાદાયક હતાં. હવે ઈન્જેક્શનની જગ્યાએ MDR TB માટે થયેલાં પરીક્ષણોને ધ્યાનમાં રાખીને, તમામ નવા દર્દીઓને શોર્ટર ઓરલ વીડીક્યુલિનની દવા આપવામાં આવશે. નવથી 11 મહિના સુધી દવા લીધા પછી દર્દી સંપૂર્ણ રીતે ટીબી મુક્ત થઇ જશે
- MDR TB શું છે-
મલ્ટિ-ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (એમડીઆર) ટીબી ત્યારે થાય છે જ્યારે દર્દી સામાન્ય ટીબીની સારવાર સારવાર શરૂ કરે છે અને જો તેની વચ્ચે દવા બંધ કરવામાં આવે છે. તો દર્દી આ બીમારીનો શિકાર થાય છે. ક્ષય અધિકારી ડો. વિનોદ કુમારે જણાવ્યું હતું કે, CBNOT મશીન વડે ગળફામાં ટીબીના બેક્ટેરિયાની હાજરી અને સામાન્ય ટીબીમાં અપાતી ચાર દવાઓમાંથી એક કે તેથી વધુ દવાઓ સામે બેક્ટેરિયાની પ્રતિકારક ક્ષમતા જોતાં દર્દીને MDR TB છે કે કેમ તે તપાસવામાં આવે છે.