શેરબજારમાં બે દિવસના ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensex 377 પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં સતત બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આઈટી, મેટલ્સ અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ તેજી જોવા મળી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 377 પોઈન્ટના વધારા સાથે 60,663 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે 17,871 પોઈન્ટ પર બંધ થયો હતો.RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ હોવાથી રેપો રેટ પર નિર્ણય આવશે. આ સિવાય એસ્કોર્ટ્à
11:25 AM Feb 08, 2023 IST
|
Vipul Pandya
શેરબજારમાં સતત બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આઈટી, મેટલ્સ અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ તેજી જોવા મળી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 377 પોઈન્ટના વધારા સાથે 60,663 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે 17,871 પોઈન્ટ પર બંધ થયો હતો.
RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ હોવાથી રેપો રેટ પર નિર્ણય આવશે. આ સિવાય એસ્કોર્ટ્સ કુબોટા, શ્રી સિમેન્ટ, અદાણી પાવર, અદાણી વિલ્મર, કમિન્સ ઈન્ડિયા જેવી કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે. 6 ફેબ્રુઆરીથી ચાલી રહેલી RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો ઉછાળા
આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, , હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો જોરદાર તેજી સાથે બંધ થયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પણ જોરદાર બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો ઉછાળા સાથે અને 5 નુકસાન સાથે બંધ થયા હતા. તો નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેર તેજી સાથે અને 11 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.
આજના ટ્રેડિંગ સેશનમાં
આજના ટ્રેડિંગ સેશનમાં, બજાજ ફાઇનાન્સ 3.14%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.47%, રિલાયન્સ 1.99%, ઇન્ફોસીસ 1.75%, વિપ્રો 1.57%, એચસીએલ ટેક 1.50%, TCS 1.38%, બજાજ ફિનસર્વ 1.32%, મોટર 119%, 13%. અને ICICI બેન્ક 0.82 ટકા, મારુતિ સુઝુકી 0.69 ટકાના વધારા સાથે બંધ થયા છે. પાવર ગ્રીડ 2.24 ટકા, કોલ ઇન્ડિયા 1.91 ટકા, લાર્સન 1.59 ટકા, હીરો મોટોકોર્પ 1.43 ટકા, આઇશર મોટર્સ 1.43 ટકા, ભારતી એરટેલ 1.37 ટકા, ભારતી એરટેલ 1.773 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
શું ફરી લોન મોંઘી થશે?
આજે રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ બુધવારે વ્યાજદર અંગે મહત્વનો નિર્ણય લેશે. 6 ફેબ્રુઆરીથી ચાલી રહેલી RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં 6 સભ્યોની ટીમ રેપો રેટ અંગે નિર્ણય કરશે. ડિસેમ્બર 2022ની MPC મીટિંગમાં RBIએ કી પોલિસી રેટ રેપોમાં 0.35% નો વધારો કર્યો છે. અગાઉ, સેન્ટ્રલ બેંકે સતત ત્રણ વખત રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે મોંઘવારી પર અંકુશ લાવવા માટે આરબીઆઈએ મે 2022 થી દરોમાં અઢી ટકાનો વધારો કર્યો છે.
SEBI એ મહત્વનો નિર્ણય લીધો
શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ છેતરપિંડી અને ગેરરીતિઓ અંગે રોકાણકારો સાથે કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 22 ડિસેમ્બરે કહ્યું હતું કે સેબી રોકાણકારો અને માર્કેટમાં અનિયમિતતાઓને રોકવા માટે બ્રોકર્સની જવાબદારી વધારવા પર વિચાર કરી રહી છે. સેબીએ હવે તમામ હિતધારકોના અભિપ્રાય માટે આ જ બાબત પર એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે જેમાં બ્રોકિંગ ફર્મ્સના મેનેજમેન્ટ પર દેખરેખ વધારવાની અને ગેરરીતિઓને રોકવા માટે આંતરિક નિયંત્રણોને મજબૂત કરવાની જવાબદારી રહેશે. આ સાથે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે જોવાની જવાબદારી બ્રોકિંગ કંપનીઓના બોર્ડ અને ઓડિટ સમિતિની રહેશે. 21 ફેબ્રુઆરી સુધીમાં તમામ પક્ષકારોના અભિપ્રાય સામેલ કર્યા બાદ અંતિમ નીતિ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવશે
આપણ વાંચો-
Next Article