શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટ તૂટયો
મંગળવારે શેર બજારમાં મોટો કડાકો અનુભવાયો છે. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 508.62 પોઈન્ટ અથવા 0.94 ટકા ઘટીને 53,886.61ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 157.70 પોઈન્ટ અથવા 0.97 ટકાના ઘટાડા બાદ 16,058.30ના સ્તર પર બંધ થયો હતો.આજે સેન્સેક્સના મોટાભાગના 30 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારના કારોબાર બાદ NTPC, ભારતી એરટેલ અને બજàª
મંગળવારે શેર બજારમાં મોટો કડાકો અનુભવાયો છે. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 508.62 પોઈન્ટ અથવા 0.94 ટકા ઘટીને 53,886.61ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 157.70 પોઈન્ટ અથવા 0.97 ટકાના ઘટાડા બાદ 16,058.30ના સ્તર પર બંધ થયો હતો.
આજે સેન્સેક્સના મોટાભાગના 30 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારના કારોબાર બાદ NTPC, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સના શેર ફક્ત લીલા નિશાનમાં બંધ થયા છે. આ સિવાય તમામ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ઉપરાંત ઈન્ફોસિસ ટોપ લૂઝર રહી છે. નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રીડ, એચસીએલ ટેક, હિન્દુસ્તાન યુનિલિવર, એમ એન્ડ એમ, કોટક બેંક, એશિયન પેઇન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, ટાઇટન, અલ્ટ્રા કેમિકલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટીલ, મારુતિ, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, એચડીએફસી, ટીસીએસ, બજાજ ફિનસર્વ સ્ટોક્સ, ડૉ. રેડ્ડી, ITC સહિતની તમામ કંપનીઓ લાલ નિશાનમાં બંધ થઈ છે.
આજે રિયલ્ટી સેક્ટરમાં માત્ર નિફ્ટીમાં જ ખરીદી જોવા મળી હતી. આ સિવાય તમામમાં વેચવાલીનો દબદબો રહ્યો છે. ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, હેલ્થકેર, પ્રાઈવેટ બેંક, પીએસયુ બેંક, ફાર્મા, મેટલ, મીડિયા, આઈટી, એફએમસીજી બધામાં ઘટાડો જોવાયો હતો.
Advertisement