મંદીના માહોલમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 337 પોઇન્ટ તૂટયો
આજે સપ્તાહના ચોથા ટ્રેડિંગ (Trading) દિવસે ભારતીય શેરબજાર (Stock Market)માં મોટું નુકસાન થયું છે. બજાર સવારે લાલ નિશાન સાથે ખુલ્યું અને એક દિવસના કારોબાર પછી લાલ નિશાનમાં બંધ થયું.આદરમિયાન સેન્સેક્સ (Sensex)માં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજના કારોબાર(Business)ના અંત પછી, મુંબઈ સ્ટોક એક્સચેન્જ(Mumbai Stock Exchange) નો સેન્સેક્સ (Sensex)લગભગ 337.06 પોઈન્ટ્સ અથવા 0.57% ના ઘટાડા સાથે 59,119.72 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 88.55 પોઈન્ટ્સ અથવા 0.50% ના ઘટાડા સાથે 17,629.80 પર બંધ થયો હતો.
સવાર કેવી હતી?
ગુરુવારે સવારે ટ્રેડિંગની શરૂઆતમાં, બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા હતા. ગુરુવારે સવારે બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 382.94 પોઈન્ટ ઘટીને 59,073.84 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ પ્રારંભિક ઘટાડો જોવા મળ્યો હતો અને તે 109 પોઈન્ટની નબળાઈ સાથે 17,609.65ના સ્તરે ખુલ્યો હતો.
આજના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર્સ
આજે ઓટો, FMCG, Pharma, મેટલ્સ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે બેન્કિંગ સેક્ટર Banking sector, IT, Oil અને ગેસ Gas સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. આજે નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 23 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 27 શેરના ભાવ ઘટ્યા હતા. તે જ સમયે, સેન્સેક્સના 30 શેરોમાંથી, ફક્ત 12 શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે, જ્યારે 18 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.
ફેડ રિઝર્વના નિર્ણયથી યુએસ માર્કેટ તૂટ્યું
બીજી તરફ યુએસ ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દરમાં 0.75% વધારો કર્યો છે. વ્યાજ દર વધીને 3-3.2 ટકા થયો. ફેડ તરફથી મળેલા આંચકાને કારણે યુએસ માર્કેટ નીચા સ્તરે બંધ થયું હતું. ડાઉ જોન્સ 522 પોઈન્ટ ઘટીને 30184ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નાસ્ડેક 205 પોઈન્ટ ઘટીને 11,220ની સપાટીએ પહોંચ્યો હતો. SGX નિફ્ટી 130 પોઈન્ટના ઘટાડા સાથે 17,600ની નીચે સરકી ગયો હતો.