Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેર માર્કેટમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 1172 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17,170ની નજીક બંધ

શેર માર્કેટમાં આજે ફરી ઉથલપાથલ થતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. આજે શેર માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે. શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ફોસિસ અને એચડીએફસી બેંકના ખરાબ પરિણામો બાદ માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું છે. જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે.javascript:nicTemp(); સેન્સેક્સ-નિફ્ટીમાં વેચવાલી આજના કારોબાર બાદ સેન્સેક્સ 1172.19 પોઈન્ટ અથવા 2.01 ટકાના ઘટ
11:31 AM Apr 18, 2022 IST | Vipul Pandya


શેર માર્કેટમાં આજે ફરી ઉથલપાથલ થતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. આજે શેર માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે. શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો
છે. ઈન્ફોસિસ અને એચડીએફસી બેંકના ખરાબ પરિણામો બાદ માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ
જોવા મળ્યું છે.
જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે.

javascript:nicTemp();

સેન્સેક્સ-નિફ્ટીમાં વેચવાલી

આજના કારોબાર બાદ સેન્સેક્સ 1172.19 પોઈન્ટ અથવા 2.01 ટકાના ઘટાડા સાથે 57,166.74 ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી
ઇન્ડેક્સ
302.00
પોઈન્ટ અથવા
1.73
ટકા ઘટીને
17,173.65
ના સ્તરે બંધ થયો હતો.


સેક્ટરલ ઇન્ડેક્સ ઘટ્યો હતો

સેક્ટરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજના
કારોબાર બાદ મોટાભાગના સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટી
ઓટો
, મેટલ અને એફએમસીજી
સેક્ટરમાં ખરીદારી જોવા મળી રહી છે. આ સિવાય નિફ્ટી બેન્ક
, ફાઈનાન્સિયલ સર્વિસ, આઈટી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓઈલ એન્ડ ગેસ
સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે.


ટોપ ગેઇનર અને લુઝર સ્ટોક્સ

સેન્સેક્સના ટોપ-30 શેરોની યાદી પર નજર કરીએ તો આજે 10 શેરોમાં ખરીદી જોવા મળી છે. આ સિવાય 20 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આજનો ટોપ
ગેનર સ્ટોક
NTPC રહ્યો
છે. એનટીપીસીનો શેર
6.50
ટકાના વધારા સાથે
163ના
સ્તરે બંધ થયો હતો. આ સિવાય આજે ટોપ લોઝર સ્ટોક ઈન્ફોસિસ રહ્યો છે. ઈન્ફોસિસના શેર
7 ટકાથી વધુ લપસીને 1621ના સ્તરે બંધ થયા છે.


આઇટીસીના શેરમાં વધારો થયો હતો

એનટીપીસી ઉપરાંત આજે ટાટા સ્ટીલ,
મારુતિ, ટાઇટન, એમએન્ડએમ, એચયુએલ, પાવર ગ્રીડ, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક અને આઈટીસીના શેરમાં વધારો
થયો છે.


શેરોમાં ઘટાડો

ઘટતા શેરોની યાદીમાં ઈન્ફોસિસ ઉપરાંત HDFC,
HDFC બેન્ક, TechM,
Wipro, TCS, HCL Tech, Asian Paints, Kotak Bank, SBI, ભારતી એરટેલ, અલ્ટ્રા કેમિકલ, LT, Bajaj
Finserv, Bajaj Finance, Sun Pharma, IndusInd. બેન્ક, ડૉ.
રેડ્ડી
, ICICI બેન્ક
અને રિલાયન્સના શેર લાલ નિશાનમાં બંધ થયા છે.

Tags :
GujaratFirstNiftySensexStockmarket
Next Article