Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેન્સેક્સે વટાવી 54,700ની સપાટી, નિફ્ટી 16,300ને પાર

શેરબજારમાં આજે જોરદાર ગતિએ કારોબાર શરૂ થયો છે અને બજારમાં તેજી જોવા મળી રહી છે. બજારની શરૂઆતની મિનિટમાં સેન્સેક્સ 54,700ની સપાટી ને પાર કરી ગયો છે.  નિફ્ટી 16,300ની સપાટી વટાવી ગયો છે. શેરબજાર આજે શરૂઆતી ટ્રેડમાં જ ગ્રીન માર્કમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. આજે સેન્સેક્સ 418.97 પોઈન્ટ એટલેકે 0.77 ટકાના વધારા સાથે 54,671.50 પર ખૂલ્યો હતો અને નિફ્ટી 126.45 પોઈન્ટ એટલેકે 0.78 ટકાના વધારા સાથે 16,296.60ની સપાટી પર ખુલ્યà«
સેન્સેક્સે વટાવી 54 700ની સપાટી  નિફ્ટી 16 300ને પાર
શેરબજારમાં આજે જોરદાર ગતિએ કારોબાર શરૂ થયો છે અને બજારમાં તેજી જોવા મળી રહી છે. બજારની શરૂઆતની મિનિટમાં સેન્સેક્સ 54,700ની સપાટી ને પાર કરી ગયો છે.  નિફ્ટી 16,300ની સપાટી વટાવી ગયો છે. 
શેરબજાર આજે શરૂઆતી ટ્રેડમાં જ ગ્રીન માર્કમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. આજે સેન્સેક્સ 418.97 પોઈન્ટ એટલેકે 0.77 ટકાના વધારા સાથે 54,671.50 પર ખૂલ્યો હતો અને નિફ્ટી 126.45 પોઈન્ટ એટલેકે 0.78 ટકાના વધારા સાથે 16,296.60ની સપાટી પર ખુલ્યો હતો.
બજાર ખુલ્યાની એક મિનિટમાં જ સેન્સેક્સે 465.34 પોઈન્ટ એટલેકે  0.86 ટકાના ઉછાળા પછી 54,717.87ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીમાં 155.85 પોઇન્ટ એટલે કે 0.96 ટકાના ઉછાળા પછી 16,326ની સપાટી એ પહોંચ્યો હતો. 
નિફ્ટીના 50 શેરોમાંથી 41 લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 9 શેરોમાં ઘટાડો થયો છે. બેન્ક નિફ્ટી એક ટકાથી વધુ ઉછળ્યો છે અને 362 પોઈન્ટના ઉછાળા સાથે 35,457ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 11 શેરો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ટોચના 5 શેર પર નજર કરવામાં આવે તો 3 શેરો ITના છે. આજે ટેક મહિન્દ્રા 2.58 ટકા અને HCL ટેક 2.50 ટકા ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફિનસર્વ 2.38 ટકા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.  ઇન્ફોસિસમાં 2.30 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કમાં 2.27 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
ONGC 2.57 ટકા, અપોલો હોસ્પિટલ 1.70 ટકા ડાઉન છે. NTPC 1.17 ટકા અને પાવર ગ્રીડ 0.97 ટકા ડાઉન છે. બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝમાં 0.81 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. 
આજે બજારના પ્રી-ઓપનિંગમાં નિફ્ટી અને સેન્સેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. NSEનો નિફ્ટી 123.90 પોઈન્ટ એટલેકે 0.77 ટકાના ઉછાળા સાથે 16294.10ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.  BSE સેન્સેક્સ 418.97 અંકોના ઉછાળા સાથે 0.77 ટકાના ઉછાળા સાથે 54671.5ની સપાટી  પર ટ્રેડ કરી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.