Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેજી સાથે આજના કારોબારનો અંત, સેન્સેક્સે વટાવી 54,000ની સપાટી

ગુરુવારે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લગાવવામાં આવી છે. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ ફરીથી 580 પોઈન્ટના વધારા સાથે 54,000 પોઈન્ટની સપાટી વટાવી ગયો હતો અને નિફ્ટી 171 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો ઈન્ડેક્સ સેન્સેક્સ 585 પોઈન્ટના ઉછાળા સાથે 54,333ની સપાટીએ બંધ થયો હતો.  જ્યારે નેશનલ સ
તેજી સાથે આજના કારોબારનો અંત  સેન્સેક્સે વટાવી 54 000ની સપાટી

ગુરુવારે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લગાવવામાં આવી છે. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ ફરીથી 580 પોઈન્ટના વધારા સાથે 54,000 પોઈન્ટની સપાટી વટાવી ગયો હતો અને નિફ્ટી 171 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.

Advertisement

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો ઈન્ડેક્સ સેન્સેક્સ 585 પોઈન્ટના ઉછાળા સાથે 54,333ની સપાટીએ બંધ થયો હતો.  જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 176 પોઈન્ટના ઉછાળા સાથે 16,201 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
શેરબજારમાં આજની તેજીમાં તમામ સેક્ટરનો હાથ છે. બેંક નિફ્ટી 2.50 ટકા એટલે કે 858 પોઈન્ટના ઉછાળા સાથે 35,198 પોઈન્ટની સપાટી પર બંધ થયો હતો. આ ઉપરાંત ઓટો, આઈટી, ફાર્મા, એનર્જી, મીડિયા સેક્ટરમાં પણ મોટી તેજી જોવા મળી હતી. માત્ર એફએમસીજી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેર લીલા નિશાનમાં જ્યારે 12 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના તમામ 30 શેર 25 લીલા નિશાનમાં અને 5 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. આજના કારોબારના અંતે  ટાટા સ્ટીલ 5.13 ટકા, SBI 3.41 ટકા, HDFC બેન્ક 3.06 ટકા, એક્સિસ બેન્ક 2.89 ટકા, ICICI બેન્ક 2.57 ટકા, HDFC 2.44 ટકા, નેસ્લે 2.28 ટકા, વિપ્રો 2.15 ટકા, TCS 2 ટકા ટેક મહિન્દ્રા  9 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેર પર નજર કરીએ તો સન ફાર્મા 1.06 ટકા, રિલાયન્સ 0.89 ટકા, HUL 0.83 ટકા, લાર્સન 0.36 ટકા, ડૉ. રેડ્ડી 0.21 ટકા, હેવેલ્સ 4.61 ટકા, ચંબલ ફર્ટિલાઇઝર 3.53 IEX 2.73 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
Tags :
Advertisement

.