Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેન્સેક્સ 418 પોઈન્ટથી 60,260 પર ચાર મહિનાની ટોચ પર બંધ, જ્યારે નિફ્ટી 17,944ની સપાટી ઉપર સ્થિર

ઇક્વિટી બેન્ચ માર્ક્સે બુધવારે  પણ તેજ રફતાર ચાલુ રાખી છે, સતત વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે સેન્સેક્સ નિર્ણાયક 60,000 ની ઉપર  જોવા મળ્યો હતો. આજે પણ ભારતીય શેરબજારમાં તેજીનો તબક્કો યથાવત છે. હવે ફરી એકવાર સેન્સેક્સ 60 હજારના આંકને પાર કરી રહ્યો છે. ફાર્મા સ્ટોક લગભગ ₹125 થી વધીને ₹475 પ્રતિ સ્તરે આ સમય દરમિયાન ઘણા એવા સ્ટોક છે જે રોકેટની જેમ ચાલી રહ્યા છે. આવો જ એક મલ્ટિબેગર સ્ટોક આરતી ડ્રગà«
સેન્સેક્સ 418 પોઈન્ટથી 60 260 પર ચાર મહિનાની ટોચ પર બંધ  જ્યારે નિફ્ટી 17 944ની સપાટી ઉપર સ્થિર
ઇક્વિટી બેન્ચ માર્ક્સે બુધવારે  પણ તેજ રફતાર ચાલુ રાખી છે, સતત વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે સેન્સેક્સ નિર્ણાયક 60,000 ની ઉપર  જોવા મળ્યો હતો. આજે પણ ભારતીય શેરબજારમાં તેજીનો તબક્કો યથાવત છે. હવે ફરી એકવાર સેન્સેક્સ 60 હજારના આંકને પાર કરી રહ્યો છે. 

ફાર્મા સ્ટોક લગભગ ₹125 થી વધીને ₹475 પ્રતિ સ્તરે 
આ સમય દરમિયાન ઘણા એવા સ્ટોક છે જે રોકેટની જેમ ચાલી રહ્યા છે. આવો જ એક મલ્ટિબેગર સ્ટોક આરતી ડ્રગ્સ લિ.નો છે. છેલ્લા 5 વર્ષોમાં, આ ફાર્મા સ્ટોક લગભગ ₹125 થી વધીને ₹475 પ્રતિ સ્તર થયો છે, જે આ સમયગાળામાં લગભગ 275 ટકાનો ઉછાળો છે.  BSE 30-શેર સૂચકાંક 418 પોઈન્ટ અથવા 0.70 ટકા વધીને 60,260 પર બંધ થયો હતો. બુધવારના કારોબારમાં આ કંપનીનો સ્ટોક 12 ટકા સુધી ચઢ્યો હતો. તે જ સમયે, ટ્રેડિંગના અંતે, શેરનો ભાવ 10.79% વધીને 469.15 પોઇન્ટના સ્તરે હતો. ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 488 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. 
જાણો તેજીનું શું છે કારણઃ શેરબજારના નિષ્ણાતોના મતે આરતી ડ્રગ્સ ચીનથી આયાત કરાયેલી ઓફલોક્સાસીન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીની માંગણી કરી રહી છે. આ માંગના આધારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) એ તપાસ પૂર્ણ કરી છે. બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે DGTRએ હજુ અંતિમ નિર્ણય આપવાનો બાકી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદે છે કે નહીં.
શું કહે છે નિષ્ણાતો: દરમિયાન નિષ્ણાતોએ પણ સ્ટોક અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. નિષ્ણાતોના મતે આ ફાર્મા સ્ટોકને રૂ. 440ના સ્ટોપ લોસ સાથે રૂ. 532નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. GCL સિક્યોરિટીઝના CEO રવિ સિંઘલે પોઝિશનલ રોકાણકારોને પ્રોફિટ બુકિંગ માટે રાહ જોવાની સલાહ આપી છે કારણ કે સ્ટોક પહેલેથી જ 12 ટકાથી વધુ વધ્યો છે. તેણે તેનો આધાર ₹450ના સ્તરની નજીક બનાવ્યો છે. તેણે સ્ટોકને 532 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે.તમને જણાવી દઈએ કે આરતી ડ્રગ્સ મલ્ટિબેગર સ્ટોકમાંથી એક છે.
Advertisement
Tags :
Advertisement

.