Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજારમાં તેજી માહોલ, સેન્સેક્સ 550 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

ભારતીય શેરબજાર (Indian stock market)માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ રહ્યો છે. બેન્કિંગમાં IT, MFCG સેક્ટરના શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (Mumbai Stock Exchange)નો ઈન્ડેક્સ 550 પોઈન્ટના ઉછાળા સાથે 59,960 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 175 પોઈન્ટના ઉછાળા સાથે 17,486 પોઈન્ટ પર બંધ થયો હતો.આજે બજારમાં 3565 શેરનો વેપાàª
શેરબજારમાં તેજી માહોલ  સેન્સેક્સ 550 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

ભારતીય શેરબજાર (Indian stock market)માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ રહ્યો છે. બેન્કિંગમાં IT, MFCG સેક્ટરના શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (Mumbai Stock Exchange)નો ઈન્ડેક્સ 550 પોઈન્ટના ઉછાળા સાથે 59,960 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 175 પોઈન્ટના ઉછાળા સાથે 17,486 પોઈન્ટ પર બંધ થયો હતો.

Advertisement

આજે બજારમાં 3565 શેરનો વેપાર થયો હતો
જેમાં 2072 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 1366 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 127 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજે 233 શેરોમાં અપર સર્કિટ જોવા મળી છે જ્યારે 145 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા છે. રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપ વધીને $274.55 બિલિયન થઈ ગઈ છે.
જે સેક્ટરમાં તેજી જોવા  મળી 
જે સેક્ટરમાં તેજી હતી તેના પર નજર કરીએ તો બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, ઓઈલ અને ગેસ જેવા તમામ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ વધ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેર ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે 10 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર ઉછાળા સાથે બંધ થયા છે અને 5 શેર ઘટ્યા છે.
વધતા શેરોમાં SBI 3.46 ટકા, અદાણી પોર્ટ્સ 3.02 ટકા, આઇશર મોટર્સ 2.78 ટકા, નેસ્લે 2.47 ટકા, SBI લાઇફ 2.46 ટકા, ITC 2.42 ટકા, ભારતી એરટેલ 2.24 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 2.23 ટકા છે.ઘટતા શેરો પર નજર કરીએ તો, એનટીપીસી 0.89 ટકા, એચડીએફસી 0.75 ટકા, બજાજ ઓટો 0.49 ટકા, ટેક મહિન્દ્રા 0.38 ટકા, બ્રિટાનિયા 0.29 ટકા, બીપીસીએલ 0.27 ટકા, એચડીએફસી બેન્ક 0.19 ટકાના ઘટાડા સાથે.
Tags :
Advertisement

.