સેન્સેકસ અને નિફટીમાં સતત ઘટડો જોવા મળ્યો
ભારતીય બજાર આજે 1 ટકાથી વધુ તૂટ્યા હતા. બજારમાં આજે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેકસ અને નિફટી 1 ટકાથી વધુ તૂટીને બંધ રહ્યા છે. સપ્તાહના પહેલાં ટ્રેડિંગ સેશનમાં બજારમાં પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફટીમાં નરમાઇ જોવા મળી. મિડકેપ પણ તૂટયો છે. બજારમાં સતત વોલેટાલિટી જોવા મળી રહી છે. સેન્સેકસ 872 અંકના કડાકા સાથે 58773 પર બંધ. જ્યારે નિફટી 264 અંકના કડાક
10:40 AM Aug 22, 2022 IST
|
Vipul Pandya
ભારતીય બજાર આજે 1 ટકાથી વધુ તૂટ્યા હતા. બજારમાં આજે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેકસ અને નિફટી 1 ટકાથી વધુ તૂટીને બંધ રહ્યા છે. સપ્તાહના પહેલાં ટ્રેડિંગ સેશનમાં બજારમાં પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફટીમાં નરમાઇ જોવા મળી. મિડકેપ પણ તૂટયો છે. બજારમાં સતત વોલેટાલિટી જોવા મળી રહી છે. સેન્સેકસ 872 અંકના કડાકા સાથે 58773 પર બંધ. જ્યારે નિફટી 264 અંકના કડાકા સાથે 17493 પર બંધ થઇ.
આજે ટ્રેડિંગ સેશનમાં બેન્ક, ઓટો, રિઅલટીમાં સૌથી વધુ નરમાઇ જોવા મળી. ઓટો શેરોમાં હીરો મોટો, અશોક લિલેન્ડ અને આયશર મોટર્સનો શેર 2 ટકાથી વધુ તૂટ્યો છે. કોટક મહિન્દ્રા બેન્કના શેર અંદાજે 3 ટકા તૂટ્યા હતા. પરંતુ બજારમાં નરમાઇ વચ્ચે પણ FMCG શેરમાં તેજી જોવા મળી. આઇટીસીનો શેર 1.5 ટકાની તેજી સાથે 4 વર્ષની ટોચે પહોંચ્યો છે. બ્રિટાનિયા, એચયુએલના શેરમાં પણ રોનક જોવા મળી છે. આજે પેટીએમના શેરમાં પણ મજબૂતી જોવા મળી છે. પેટીએમના એમડી વિજય શેખર શર્માએ નાણાંકીય વર્ષ 24 સુધીમાં કંપની નફામાં આવવાની આશા વ્યકત કરી છે. વિજય શેખર શર્મા આવતા પાંચ વર્ષ સુધી કંપનીના એમડી અને સીઇઓ બની રહેશે.
ડોલર, યુએસ 10 યર યીલ્ડ: ડોલર ઇન્ડેકસ ફરી એકવાર 108ના લેવલની ઉપર જતો રહ્યો છે. જ્યારે યુએસ 10 યર બોન્ડ યીલ્ડ 2.99 ટકાની ઉપર ચક્કર લગાવી રહ્યા છે. વૈશ્વિક મંદીની ચિંતા અને યુએસ ફેડની કઠોર નાણાંકીય નીતિ બજાર સેન્ટીમેન્ટ પર નેગેટિવ અસર પાડી રહ્યા છે. શુક્રવારના રોજ યુએસ ફેડની તરફથી એ પ્રકારના સંકેત આપ્યા છે કે અમેરિકામાં મંદીનો ખતરો છતાંય મોંઘવારીનો દર 2 ટકાના ટાર્ગેટના દાયરામાં લાવવા પર ફોકસ બની રહેશે.
Next Article