Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિંગરપ્રિન્ટ બદલીને ગુનેગારોને કુવૈત મોકલવાનો કારસો, જાણો સમગ્ર મામલો

જો તમને લાગે છે કે ફિંગરપ્રિન્ટ્સ સાથે ક્યારેય ચેડાં કરી શકાતા નથી અને તેની મદદથી આરોપીને સરળતાથી પકડી શકાય છે, તો તમે ભુલો છો. તેલંગાણામાં પોલીસે બે ગુનેગારોની ધરપકડ કરી છે જેઓ સર્જરીની મદદથી ફિંગર પ્રિન્ટ બદલીને લોકોને નોકરી માટે ગેરકાયદેસર રીતે કુવૈત મોકલતા હતા.પોલીસે જણાવ્યું હતું કે તેઓએ રાજસ્થાન તેમજ કેરળમાં ફિંગરપ્રિન્ટ પેટર્ન બદલવા માટે ઓછામાં ઓછી 11 આવી સર્જરી કરી છે
ફિંગરપ્રિન્ટ બદલીને ગુનેગારોને કુવૈત મોકલવાનો કારસો  જાણો સમગ્ર મામલો
જો તમને લાગે છે કે ફિંગરપ્રિન્ટ્સ સાથે ક્યારેય ચેડાં કરી શકાતા નથી અને તેની મદદથી આરોપીને સરળતાથી પકડી શકાય છે, તો તમે ભુલો છો. તેલંગાણામાં પોલીસે બે ગુનેગારોની ધરપકડ કરી છે જેઓ સર્જરીની મદદથી ફિંગર પ્રિન્ટ બદલીને લોકોને નોકરી માટે ગેરકાયદેસર રીતે કુવૈત મોકલતા હતા.
પોલીસે જણાવ્યું હતું કે તેઓએ રાજસ્થાન તેમજ કેરળમાં ફિંગરપ્રિન્ટ પેટર્ન બદલવા માટે ઓછામાં ઓછી 11 આવી સર્જરી કરી છે. તમામ પાસેથી સર્જરી માટે 25,000 રૂપિયા લેવામાં આવ્યા છે.  પોલીસે બે લોકોની પણ ધરપકડ કરી છે જેમણે દેશનિકાલ પછી કુવૈતમાં ફરીથી પ્રવેશ મેળવવા માટે સર્જરી કરાવી હતી. આ સાથે સર્જરી માટે ઉપયોગમાં લેવાતી મેડિકલ કીટ અને અન્ય પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
તેલંગાણાની મલકાજગીરી ઝોનની સ્પેશિયલ ઓપરેશન ટીમે સોમવારે ઘાટકેસર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ગજ્જલકોન્ડુગીરી નાગા મુનેશ્વર રેડ્ડી, સગબાલા વેંકટા રમના, બોવિલા શિવશંકર રેડ્ડી અને રેંડલા રામા કૃષ્ણ રેડ્ડી નામના ચાર લોકોની ધરપકડ કરી હતી. તેઓ કુડ્ડાપાહથી આવ્યા હતા અને હૈદરાબાદની એક હોટલમાં રોકાયા હતા. તે બધા ઘાટકેસરમાં આવી વધુ સર્જરી કરવા તૈયાર હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ગજલકોન્ડુગિરી નાગા મુનેશ્વર રેડ્ડી 36 વર્ષીય વાયએસઆર કડપા જિલ્લામાં ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સમાં રેડિયોલોજિસ્ટ અને એક્સ-રે ટેકનિશિયન છે. 39 વર્ષીય સગબાલા વેંકટ રમના તિરુપતિની DBR હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટેકનિશિયન છે. જ્યારે 25 વર્ષીય બોવિલા શિવ શંકર રેડ્ડી અને 38 વર્ષીય રેંડલા રામા ક્રિષ્ના રેડ્ડી કુવૈતમાં બાંધકામ કામદારો તરીકે કામ કરતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રક્રિયા તે વ્યક્તિઓને ફરીથી પ્રવેશ કરવામાં મદદ કરે છે જેમને કુવૈતથી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે દેશનિકાલ કરવામાં આવ્યા હતા. શસ્ત્રક્રિયા કરવા માટે, ગજલકોંડુગ્રી અને સગબાલાએ આંગળીઓના ઉપરના સ્તરને કાપી નાખ્યા, પછી પેશીનો એક ભાગ કાઢી નાખ્યો. આ પ્રક્રિયા પછી એક કે બે મહિનામાં ઘા રૂઝાઈ જાય છે અને એક વર્ષ સુધીમાં ફિંગરપ્રિન્ટ પેટર્નમાં થોડો ફેરફાર થાય છે.
Advertisement
Tags :
Advertisement

.