Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા નેતાએ સાસુના નામે બનાવ્યો બગીચો, જાણો કેમ આવ્યો છે આજે ચર્ચામાં

દેવગઢ બારીયા નગરના સરકારી હોસ્પિટલ સામે આવેલા બગીચાની હાલત ખંડેર સમી થઇ ચૂકી છે. પાલિકા પ્રમુખ દ્વારા પોતાની સ્વર્ગવાસી સાસુમાના નામે બગીચાને નગરજનો માટે અર્પણ તો કરાયો પણ તેની સાર સંભાળ કરવાનું ભૂલી ગયા. અને આ બગીચો લુખ્ખા તત્વોનો અડ્ડો બન્યો હોય તેવી સ્થિતિ છે. લુખ્ખા તત્વોના અડ્ડા સમાન બન્યો બગીચો   આ બગીચો ૨૦૧૭ના વર્ષમાં પાલિકા પ્રમુખ ચાર્મી નીલ સોનીએ પાલિકાના ખુલ્લા પ્àª
મહિલા નેતાએ સાસુના નામે બનાવ્યો બગીચો  જાણો કેમ આવ્યો છે આજે ચર્ચામાં
દેવગઢ બારીયા નગરના સરકારી હોસ્પિટલ સામે આવેલા બગીચાની હાલત ખંડેર સમી થઇ ચૂકી છે. પાલિકા પ્રમુખ દ્વારા પોતાની સ્વર્ગવાસી સાસુમાના નામે બગીચાને નગરજનો માટે અર્પણ તો કરાયો પણ તેની સાર સંભાળ કરવાનું ભૂલી ગયા. અને આ બગીચો લુખ્ખા તત્વોનો અડ્ડો બન્યો હોય તેવી સ્થિતિ છે.
 
લુખ્ખા તત્વોના અડ્ડા સમાન બન્યો બગીચો  
 આ બગીચો ૨૦૧૭ના વર્ષમાં પાલિકા પ્રમુખ ચાર્મી નીલ સોનીએ પાલિકાના ખુલ્લા પ્લોટમાં  લાખો રૂપિયા ખર્ચી બગીચો બનાવી પોતાની સ્વર્ગવાસી સાસુમાનું નામ આપી બગીચાને નગરજનો માટે ખુલ્લો મુક્યો હતો  ત્યાર પછી આ બગીચાની કોઈ સાર સંભાળ કરવામાં ન આવતા આ બગીચામાં અગાઉ દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી અને તે પછી જાણે લુખ્ખા તત્વો માટેના એક અડ્ડા સમાન બની જતા સ્થાનિક નગરજનો એ આ બગીચા ને લઈ રજૂઆતો કરતા પાલિકા તંત્રએ બગીચાની સાર સંભાળ કરવાની જગ્યાએ આજુબાજુની દીવાલો ઊંચી કરી લેતા બગીચાની અંદર શું ચાલી રહ્યું છે તે દેખાવાનું પણ બંધ થઈ ગયું છે. 

બગીચાની અંદર કચરાના ઢગ 
બગીચાની અંદર કચરાના પણ ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે  મનોરંજનના સાધનો  પણ ઉખડી પડ્યા છે નગરપાલિકા બગીચાની યોગ્ય માવજત કરી શકી નથી.આ બગીચાની સ્થિતિ જોયા બાદ પાલિકા પ્રમુખે નગરજનો માટે વિકાસના કેવા કામો કર્યા હશે જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે હાલ નગરજનોમાં આ બગીચા ને લઈ એક ચર્ચાનો વિષય બન્યો હોય તેમ જોવાઈ રહ્યું છે પાલિકા ના સત્તાધિશો દ્વારા નગરમાં અનેક  ઐતિહાસિક કામો કર્યાના બંણગા ફૂંકી રહ્યા છે ત્યારે આ બગીચા ની માવજત કરવામાં કેમ પાછા રહ્યા હશે તે સવાલ અહીં મહત્વનો બન્યો છે. 
યોગ્ય જાળવણી કેમ નહીં ?
પાલિકા તંત્ર દ્વારા ૨૦૧૭ ના વર્ષ થી આજ દીન સુધી આ બગીચાની   જાળવણી  માટે  કેટલા રૂપિયા નો ખર્ચ કરવામા આવ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક પોલ બહાર આવે તેમ છે. બગીચાની સાર સંભાળ કરી તેને ફરીથી શરૂ કરવામાં આવે તો નજીકમાં આવેલી સરકારી હોસ્પિટલના દર્દીઓના સગાઓને પણ નિરાંતે બેસવા માટેનું એક સ્થળ મળી શકે તેમ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.