એકવાર ફરી ટીમ ઈન્ડિયામાં જોવા મળશે સેહવાગ! જુઓ પ્રેક્ટિસ કરતો Video
ટીમ ઈન્ડિયા (Team India)નો એક એવો બેટ્સમેન કે જેણે પોતાની બેટિંગ (Batting)થી સારા બોલરોને પણ પરેશાન કર્યા છે. અહીં આપણે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ (Virendra Sehwag)ની વાત કરી રહ્યા છે. તાજેતરમાં વીરુના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ બેટ્સમેનનો પુત્ર હવે ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. BCCI દ્વારા આયોજિત અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલà
Advertisement
ટીમ ઈન્ડિયા (Team India)નો એક એવો બેટ્સમેન કે જેણે પોતાની બેટિંગ (Batting)થી સારા બોલરોને પણ પરેશાન કર્યા છે. અહીં આપણે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ (Virendra Sehwag)ની વાત કરી રહ્યા છે. તાજેતરમાં વીરુના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ બેટ્સમેનનો પુત્ર હવે ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. BCCI દ્વારા આયોજિત અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હીની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે.
આર્યવીરને આક્રમક બેટિંગ કરવાનું ખૂબ પસંદ
ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ્સ રમી છે. સેહવાગને આજે પણ તેની ધમાકેદાર બેટિંગ માટે યાદ કરવામાં આવે છે. વળી, તેમના પ્રિય પુત્ર આર્યવીર તેમના પગલે ચાલવા લાગ્યો છે. આર્યવીરને આક્રમક બેટિંગ કરવાનું ખૂબ પસંદ છે. બીજી તરફ વીરુના પુત્રને અંડર-16ની ટીમમાં સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે સેહવાગને બે પુત્રો છે, મોટા પુત્રનું નામ આર્યવીર છે, જ્યારે નાના પુત્રનું નામ વેદાંત છે.
જણાવી દઇએ કે, વિરેન્દ્ર સેહવાગના પુત્રનું નામ આર્યવીર છે અને તે 15 વર્ષનો છે. અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હી દ્વારા તેની પસંદગી કરવામાં આવી છે. નેશનલ લેવલની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ તેણે પ્લેઈંગ 11માં સામેલ થવા હજુ રાહ જોવી પડશે. તે બિહાર અને દિલ્હી વચ્ચે ચાલી રહેલી મેચમાં પ્લેઈંગ 11નો ભાગ નથી.
સેહવાગના પુત્રની પસંદગી થઈ
વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે તે તેના પિતાની સ્ટાઈલમાં શોટ્સ રમતા તે જોવા મળી રહ્યો છે. સેહવાગની ઓળખ આક્રમક ઓપનર તરીકે થઈ હતી. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ તે સમયે તેની ઝડપી બેટિંગથી વિરોધી છાવણીમાં હલચલ મચાવી હતી. આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે હવે તેનો દીકરો સેહવાગની કમી પૂરી કરશે અને પોતાની સ્ટાઈલમાં રમીને દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહેશે.
કેવું રહ્યું વિરેન્દ્ર સેહવાગનું કેરિયર?
વિરેન્દ્ર સેહવાગે વર્ષ 1999માં પાકિસ્તાન વિરૂદ્ધ વનડે ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો. જોકે, સેહવાગ તેની પ્રથમ મેચમાં 1 રન બનાવતી વખતે ઝડપી બોલર શોએબ અખ્તરનો શિકાર બન્યો હતો. તે પછી વીરુએ ક્યારેય પાછળ વળીને જોયું નથી, વિરેન્દ્ર સેહવાગે 1999 થી 2013 વચ્ચે ભારત માટે કુલ 104 ટેસ્ટ, 251 ODI અને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. સેહવાગના ખાતામાં 8,586 ટેસ્ટ, 8,273 ODI અને 394 T20 આંતરરાષ્ટ્રીય રન છે. તેણે 20 ઓક્ટોબર 2015ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સેહવાગ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે.
આ પણ વાંચો - દુનિયાના સૌથી ફૂર્તિલા ફિલ્ડરનો આજે છે Birthday, જાણો કેવી તકલીફોથી નીકળી આજે બન્યો ખાસ ખેલાડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement