Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hyundai Creta નો આ નવો અવતાર જોઇ તમે પણ તુરંત દોડશો ખરીદવા, કિંમત ચોંકાવી દેશે

કોરિયન કાર કંપની હ્યુન્ડાઈએ તેની SUV Cretaનું નવું ડાયનેમિક બ્લેક એડિશન લોન્ચ કર્યું છે. આ નવા મોડલમાં પેરામેટ્રિક ગ્રિલ સાથે નવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ છે. સિસ્ટમ સ્માર્ટ સેન્સ સાથે પણ આવે છે જે ફોરવર્ડ કોલિઝન એવિડન્સ સહાય પૂરી પાડે છે. તેમા આગળથી થતા એક્સિડેન્ટને રોકવામાં મદદ મળે છે. આ સિસ્ટમ આગળ સ્થિત વાહનના વધારે નજીક જવા પર એલàª
hyundai creta નો આ નવો અવતાર જોઇ તમે પણ તુરંત દોડશો ખરીદવા  કિંમત ચોંકાવી દેશે
કોરિયન કાર કંપની હ્યુન્ડાઈએ તેની SUV Cretaનું નવું ડાયનેમિક બ્લેક એડિશન લોન્ચ કર્યું છે. આ નવા મોડલમાં પેરામેટ્રિક ગ્રિલ સાથે નવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ છે. સિસ્ટમ સ્માર્ટ સેન્સ સાથે પણ આવે છે જે ફોરવર્ડ કોલિઝન એવિડન્સ સહાય પૂરી પાડે છે. તેમા આગળથી થતા એક્સિડેન્ટને રોકવામાં મદદ મળે છે. આ સિસ્ટમ આગળ સ્થિત વાહનના વધારે નજીક જવા પર એલર્ટ જાહેર કરે છે. 
જાણો કેટલી છે કારની કિંમત?
હાલમાં આ કાર ઈન્ડોનેશિયાના માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેને ભારતીય બજારમાં પણ લાવવાની તૈયારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં તેની કિંમત 19 લાખ હોવાનો અંદાજ છે. Hyundai Creta પ્રેમીઓ લાંબા સમયથી તેમની મનપસંદ કારના ફેસલિફ્ટ વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. જે આ વર્ષે સમાપ્ત થઈ શકે છે.
ક્રેટાનો આગળનો ચહેરો ટક્સન જેવો
Cretaના ડાયનેમિક બ્લેક એડિશનના આગળના ભાગમાં Hyundaiની નવી પેરામેટ્રિક ગ્રિલ છે. આની સાથે ઈન્ટીગ્રેટેડ LED ડે ટાઈમ રનિંગ ડીઆરએલ ઉપલબ્ધ છે. ક્રેટાનો આગળનો ચહેરો ટક્સન જેવો જ દેખાય છે. ડાયનેમિક બ્લેક એડિશન મોટાભાગે ભારતીય માર્કેટમાં ક્રેટા નાઈટ એડિશન જેવું જ છે. ઈન્ડોનેશિયન માર્કેટમાં તેની કિંમત IDR 350 મિલિયન (લગભગ 19 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. જોકે, કંપનીએ ભારતમાં તેના લોન્ચિંગ અંગે કોઈ માહિતી શેર કરી નથી.
એન્જિન, ફિચર્સ અને સ્પેસિફિકેશન
Creta ડાયનેમિક બ્લેક એડિશનમાં 1.5-લિટર ક્ષમતાનું પેટ્રોલ એન્જિન છે, જે 113bhp પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. Creta ડાયનેમિક બ્લેક એડિશનના ઈન્ટિરિયરની વાત કરીએ તો કેબિનને બ્લેક થીમ આપવામાં આવી છે. તે 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન મેળવે છે. જ્યારે ભારતમાં તેની પાસે 10.25 ઇંચની ટચસ્ક્રીન છે. ક્રેટા ડાયનેમિક બ્લેક એડિશનમાં લેધરેટ સીટ અપહોલ્સ્ટરી, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન જેવી સુવિધાઓ છે.
કારનું ઈન્ટીરીયર કેવું છે?
આ સિવાય કારમાં હિલ આસિસ્ટ કંટ્રોલ (એચએસી), રીઅર ક્રોસ-ટ્રાફિક એલર્ટ, લેન ફોલોઈંગ આસિસ્ટ, લેન કીપ આસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ એલર્ટ વગેરે જેવા પાવરફુલ ફીચર્સ છે. કારનું ઈન્ટીરીયર બ્લેક થીમમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 10.25 ઇંચની સ્ક્રીન, લેધરેટ સીટ અપહોલ્સ્ટરી, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન આપવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.