રામ ચરણને એરપોર્ટ પર ચપ્પલ વગર જોઈને ચાહકોએ કર્યા સાદગીના વખાણ
ફિલ્મ RRR એક્ટર રામ ચરણના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે, જેમાં તે ઉધાડા પગે જોવા મળી રહ્યા છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. અહીં જાણો રામ ચરણનો આ ખાસ ગેટઅપ અને ચપ્પલ ન પહેરવાનું કારણ.સાઉથ એક્ટર રામ ચરણ તેજાની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેઓ રવિવારે મુંબઈમાં હતા. અત્યાર સુધી તેના ઘણા વીડિયો સામે આવ્યા છે. રામ ચરણ એરપોર્ટથી રેસ્ટોરન્ટ સુધી ચપ્પલ વગર જોવા મà
07:35 AM Apr 04, 2022 IST
|
Vipul Pandya
ફિલ્મ RRR એક્ટર રામ ચરણના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે, જેમાં તે ઉધાડા પગે જોવા મળી રહ્યા છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. અહીં જાણો રામ ચરણનો આ ખાસ ગેટઅપ અને ચપ્પલ ન પહેરવાનું કારણ.
સાઉથ એક્ટર રામ ચરણ તેજાની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેઓ રવિવારે મુંબઈમાં હતા. અત્યાર સુધી તેના ઘણા વીડિયો સામે આવ્યા છે. રામ ચરણ એરપોર્ટથી રેસ્ટોરન્ટ સુધી ચપ્પલ વગર જોવા મળ્યા હતા. વીડિયો ક્લિપ્સ જોઈને ચાહકો મૂંઝવણમાં છે કે શા માટે? સાથે જ ઘણા લોકો સાઉથના કલાકારોની સાદગીની તુલના બોલીવુડના કલાકારો સાથે કરી રહ્યા છે. લોકો રામ ચરણને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે. એરપોર્ટ પર તેમની સાથે તેમનો પાલતુ કૂતરો પણ જોવા મળ્યો હતો. રામ ચરણ સાંજે પણ એક રેસ્ટોરન્ટમાં ચપ્પલ વગર દેખાયા. ચાલો જાણીએ તેના ચપ્પલ ન પહેરવાનું કારણ. જેના કારણે રામ ચરણનો આવો લુક બતાવવામાં આવ્યો હતો
અભિનેતા રામ ચરણ તેજા અને જુનિયર એનટીઆરએ એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. રવિવારે મુંબઈ એરપોર્ટ પર રામ ચરણ ફૂટવેર વગર જોવા મળ્યા હતા. તેણે બ્લેક આઉટફિટ પહેર્યા હતા અને તેના હાથમાં નારંગી રંગની થંગ પણ હતી. રામ ચરણે ફોટોગ્રાફર્સને સ્મિત સાથે પોઝ આપ્યો, ત્યારબાદ તે એરપોર્ટથી નીકળી ગયો. તે એક રેસ્ટોરન્ટમાં પણ ચપ્પલ વગર જોવા મળ્યો હતો.
વાયરલ થયેલા વીડિયો પર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે રામ ચરણ ચપ્પલ કેમ નથી પહેરતા. તો તેનું કારણએ છે કે રામ ચરણે અયપ્પા દીક્ષા લીધી છે. દર વર્ષે સબરીમાલા મંદિર જતા પહેલા તેઓ 41-45 દિવસ સાત્વિક જીવન જીવે છે. આ દરમિયાન તે કાળા કપડાં પહેરે છે, અને ચપ્પલ નથી પહેરતા અને જમીન પર સૂઈ જાય છે. આ સાથે નોન-વેજ વગેરેથી દૂર રહીને સાત્વિક જીવન જીવે છે. આ કરાણે પોતાની સંસ્કૃતિ અને માન્યતા સાથે જોડાયેલું હોવાથી રામચરણ ઉધાડા પગે જોવાં મળ્યાં.
Next Article