Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પત્નીને મિત્ર સાથે જોઈને પતિ રોષે ભરોયો

પત્નીને તેના મિત્ર સાથે જોઈ પતિ રોષે ભરોયો હતો. આ બાબતે પતિએ પત્નીને ઝાડ સાથે બાંધી અને લાકડી વડે માર માર્યો હતો. પત્નીને 7 કલાક સુધી ઝાડ સાથે બાંધીને રાખવામાં આવી હતી. મામલો બાંસવાડા જિલ્લાના ઘાટોલનો છે. શુક્રવારે રાત્રે તેનો વીડિયો પણ સામે આવ્યો છે. લગભગ 9 સેકન્ડના વીડિયોમાં આરોપી પતિ તેની પત્નીને લાકડીથી મારતો જોવા મળી રહ્યો છે. મહિલાના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. આ ઘટના રાજસ્થà
પત્નીને મિત્ર સાથે જોઈને પતિ રોષે ભરોયો

પત્નીને તેના મિત્ર સાથે જોઈ પતિ રોષે ભરોયો હતો. આ બાબતે પતિએ પત્નીને ઝાડ સાથે બાંધી અને લાકડી વડે માર માર્યો હતો. પત્નીને 7 કલાક સુધી ઝાડ સાથે બાંધીને રાખવામાં આવી હતી. મામલો બાંસવાડા જિલ્લાના ઘાટોલનો છે. શુક્રવારે રાત્રે તેનો વીડિયો પણ સામે આવ્યો છે. લગભગ 9 સેકન્ડના વીડિયોમાં આરોપી પતિ તેની પત્નીને લાકડીથી મારતો જોવા મળી રહ્યો છે. મહિલાના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. આ ઘટના રાજસ્થાનનાં બાંસવાડાની છે.

Advertisement

એસપી રાજેશ કુમાર મીણાએ જણાવ્યું કે વીડિયો સામે આવ્યા બાદ પોલીસે લગભગ 2 વાગ્યે પતિ-પત્નીની ઓળખ કરી હતી. પોલીસે રાત્રે જ પીયરમાં પિતાના ઘરે હાજર મહિલા પાસે એફઆઈઆર નોંધાવી અને શનિવારે સવારે આરોપી પતિ સહિત પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આ ઘટના શંકા સાથે શરૂ થઈ હતી. મહિલા તેના જૂના મિત્ર સાથે તેની માસીજીના ઘરે ગઈ હતી. માસીજીએ પ્રેમ-પ્રકરણની આશંકાએ બંનેને ઘરમાં બંધક બનાવી લીધા હતા અને આ અંગે તેમણે મહિલાના પતિને જાણ કરી હતી.

Advertisement

ઘાટોલ ડીએસપી કૈલાશચંદ્ર બોરીવાલે જણાવ્યું કે મહિલા 24 જુલાઈના રોજ પોતાના અંગત કામ માટે ઘાટોલ શહેરમાં ગઈ હતી. પત્નીનુ સાસરીયું હેરો ગામમાં અને પીયર મીયાના પાડલામાં છે. ત્યાં મહિલાની મુલાકાત ગોરધન પડૌલી  રહેવાસી તેના જૂના મિત્ર દેવીલાલ પુત્ર શાંતિ મેડા સાથે થઈ હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે ત્યાં તેણે દેવીલાલને માસીજીનાં ઘરે છોડી જવા કહ્યું હતું. દેવી લાલ, જે વ્યવસાયે ડ્રાઈવર છે, તેણે તેને તેની માસીજીના ઘરે ડ્રોપ કરી હતી. અહીં શંકાના આધારે માસીજીએ બંનેને બંધક બનાવી લીધા હતા.

Advertisement

સાત કલાક સુધી ઝાડ સાથે બાંધી રાખી
પીડિતાનો આરોપ છે કે તેને માસીજીના ઘરેથી લાવ્યા બાદ આરોપીઓએ તેની સાથે દેવીલાલનેઝાડ સાથે બાંધી દીધો હતો. આ પછી પતિ મહાવીર કટારા, જેઠ કમલેશ, જેઠાણી સુંકા અને મામાજીના છોકરાઓએ લાકડીઓ અને ચંપલ વડે માર માર્યો હતો. લગભગ 7 કલાક સુધી ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ પછી, દેવીલાલ સાથે સમાધાન કરીને રૂપિયા પણ પડાવ્યા હતા.

ત્રણ વીડિયોના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી
આરોપીઓએ હુમલાને લગતા ત્રણ વીડિયો બનાવ્યા હતા. એક વીડિયોમાં આરોપીઓએ મહિલાને ઘાટોલ જવાનું કારણ પૂછ્યું હતું. આ પછી પોલીસે ઘાટોલને અડીને આવેલા ખેમેરા, ઘાટોલ, મોટા ગામ અને ભૂંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. લગભગ 11 વાગ્યાની આસપાસ લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.

બંને વચ્ચે માત્ર મિત્રતાનો મામલો સામે આવ્યોઃ પોલીસ
ડીએસપી કૈલાશચંદ્રએ જણાવ્યું કે આરોપી પતિ સહિત પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધીની પૂછપરછમાં મહિલા અને યુવક વચ્ચે માત્ર મિત્રતા જ હોવાનું સામે આવ્યું છે. તેમની વચ્ચે કોઈ સંબંધની પુષ્ટિ થઈ નથી. આ કેસમાં તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Tags :
Advertisement

.